Site icon

Manipur Violence: મણિપુરના નવ જિલ્લામાં આટલા દિવસ સુધી લંબાવાયો ઈન્ટરનેટ પર પ્રતિબંધ, જાણો હાલ શું છે સ્થિતિ..

Manipur Violence: મણિપુરમાં ગયા વર્ષે શરુ થયેલી હિંસા હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે ફરી નવ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

Manipur Internet Ban In so many districts in Manipur, there is a backlash on the internet.. The government said this..

Manipur Internet Ban In so many districts in Manipur, there is a backlash on the internet.. The government said this..

News Continuous Bureau | Mumbai 

Manipur Violence : ભારતના પૂર્વી રાજ્ય મણિપુરમાં ( Manipur  ) ગયા વર્ષે મે (2023) માં શરૂ થયેલી હિંસા પછી અહીં પરિસ્થિતિ હજી સામાન્ય થઈ નથી. રાજ્યના વિવિધ ભાગોમાં તાજેતરની હિંસક ઘટનાઓને કારણે ઊભી થયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ( State Govt ) હવે શુક્રવારે (2 ફેબ્રુઆરી) ના રોજ નવ જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ ( Mobile Internet Services ) પર પ્રતિબંધ 15 દિવસ માટે લંબાવી દીધો છે. આ જિલ્લાઓમાં બોર્ડરથી બે કિમીની ત્રિજ્યામાં ઈન્ટરનેટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આનું પાલન નહીં કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

મુખ્ય સચિવ વિનીત જોશી દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ખીણ અને પર્વતીય વિસ્તારો, ચંદેલ, કાકચિંગ, ચુરાચંદપુર, બિષ્ણુપુર, કાંગપોકપી, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, ટેંગનોપલ અને ઇમ્ફાલ પૂર્વ સહિત નવ જિલ્લાઓમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 રાજ્ય સરકારના આ નિર્ણયનો હેતુ હિંસા સંબંધિત અફવાઓ અને ફોટો વીડિયો વગેરેને ફેલાતો રોકવાનો છે…

રાજ્ય સરકારે તેના સત્તાવાર આદેશમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારે છેલ્લા પખવાડિયામાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેટ સસ્પેન્શનની અસરની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લીધો છે. તે બાદ પણ સ્થિતિ ન સુધરતા નવ જિલ્લાની આંતર-જિલ્લા સરહદો પરના મોબાઈલ ટાવરની કામગીરીને સ્થગિત કરવાનું 15 દિવસ વધુ ચાલુ રાખવામાં આવશે. વાસ્તવમાં, રાજ્ય સરકારના આ નિર્ણયનો હેતુ હિંસા સંબંધિત અફવાઓ અને ફોટો વીડિયો વગેરેને ફેલાતો રોકવાનો છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan : પાકિસ્તાનમાં આ રોગને કારણે એક મહિનામાં 18000 બાળકો બીમાર પડ્યા, તો આટલા બાળકોના મોત.. સરકારે આપ્યા આદેશો.

નોંધનીય છે કે, મણિપુરમાં તાજેતરની હિંસક ઘટનાઓમાં ( violent incidents ) , મણિપુર પોલીસના બે કમાન્ડો, કેટલાક ગ્રામીણ સ્વયંસેવકો અને ગ્રામીણ શંકાસ્પદ સશસ્ત્ર આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયા હતા, જ્યારે એક BSF જવાન સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. લગભગ આઠ મહિના પછી, મણિપુર સરકારે ગયા વર્ષે 3 ડિસેમ્બરે રાજ્યના મોટા ભાગોમાંથી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. જો કે, નવ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પ્રતિબંધ ચાલુ રહ્યો હતો. મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી ગયા વર્ષે 3 મેના રોજ મણિપુરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પર સૌપ્રથમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી દર પાંચ દિવસે પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version