News Continuous Bureau | Mumbai
Manipur PNB Loot: મણિપુરમાં અત્યાર સુધીની સૌથી મોટી લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ગન પોઈન્ટ ( Gun point ) પર કરોડો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મણિપુરના ઉખરુલ ( Ukhrul ) જિલ્લામાં જાહેર ક્ષેત્રની બેંકની ( public sector bank ) શાખામાંથી માસ્ક પહેરેલા સશસ્ત્ર લૂંટારાઓએ ( Armed robbers ) 18.80 કરોડ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી. પંજાબ નેશનલ બેંકની ( Punjab National Bank ) આ શાખા ઉખરુલ જિલ્લા માટે કરન્સી ચેસ્ટ તરીકે કામ કરે છે. જે એવી જગ્યા છે જ્યાં ભારતીય રિઝર્વ બેંક ( RBI ) બેંકો અને એટીએમ માટે રોકડનો સંગ્રહ કરવામાં આવે છે.
જુઓ વિડીયો.
CCTV footage shows gang of armed men loot Rs 18.85 crore from a branch of Punjab National Bank (PNB) in Manipur’s Ukhrul. The incident happened on November 29. #Manipur #Bank #CCTV #CCTVFootage #Video #ViralVideo pic.twitter.com/tsE9uGC4Lq
— Vani Mehrotra (@vani_mehrotra) December 1, 2023
ગુરુવારે સાંજે, રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ 80 કિમી દૂર ઉખરુલ શહેરમાં અત્યાધુનિક હથિયારોથી સજ્જ લૂંટારુઓ બેંકમાં પહોંચ્યા હતા. સૌપ્રથમ તો તેઓએ સુરક્ષાકર્મીઓ પર દબાણ કર્યું અને કર્મચારીઓને ધમકાવીને તિજોરીમાંથી પૈસા લૂંટી લીધા.અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક બદમાશોએ સુરક્ષા દળોના નકલી યુનિફોર્મ પહેર્યા હતા. તેઓએ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને બેંકના શૌચાલયની અંદર બંધ કરી દીધા હતા.
આ સમાચાર પણ વાંચો : Marriage in train : લો બોલો… ચાલુ ટ્રેનમાં જ કપલે કર્યા લીધા લગ્ન, વરરાજાએ કન્યાના સેંથામાં પૂર્યું સિંદૂર.. નજારો જોવા ઉમટી લોકોની ભીડ.. જુઓ વિડીયો..
આ પછી, તેઓએ એક વરિષ્ઠ કર્મચારીને ગન પોઈન્ટ પર સેફ ખોલવા માટે કહેવામાં આવ્યું, ત્યારબાદ લૂંટારાઓએ પૈસા લૂંટી લીધા. આ અંગે ઉખરૂલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા જુલાઈમાં એક સશસ્ત્ર ગેંગે ચુરાચંદપુરમાં એક્સિસ બેંકની શાખામાંથી 1 કરોડ રૂપિયાની લૂંટ કરી હતી.