News Continuous Bureau | Mumbai
Manipur Violence : મણિપુર હજુ પણ હિંસાની આગમાં સળગી રહ્યું છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ બાદ જીરીબામમાં 6 લોકોના અપહરણ અને તેમના મૃતદેહો મળ્યા બાદ ભીડ અહીં હિંસક બની ગઈ છે. અનેક મંત્રીઓના ઘરો પર હુમલા થયા છે. પ્રદર્શનકારીઓએ સીએમના ઘર પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
Manipur Violence : પોલીસ દળની 50 વધારાની કંપનીઓ મોકલશે સરકાર
દરમિયાન મણિપુરમાં સતત કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર સતર્ક થઇ ગઈ છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હવે અહેવાલ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય પોલીસ દળની 50 વધારાની કંપનીઓ રાજ્યમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ વધારાના સૈનિકોને આવતા અઠવાડિયે મણિપુર મોકલવામાં આવી શકે છે.
Manipur Violence : ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી
મહત્વનું છે કે અગાઉ, ગૃહ મંત્રાલયે પણ ગયા અઠવાડિયે કેન્દ્રીય દળોની 20 ટુકડીઓ મોકલી હતી. જેમાં 15 ટુકડીઓ CRPF જવાનોની હતી અને 5 ટુકડીઓ BSF જવાનની હતી. ગૃહમંત્રી અમિત શાહે સતત બીજા દિવસે મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન, તેમણે સુરક્ષા અધિકારીઓને મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા સૂચના આપી હતી.
આ સમાચાર પણ વાંચો : મણિપુરમાં સ્થિતિ ગંભીર, શાંતિ પુનઃસ્થાપિત કરવા સુરક્ષા દળોને કેન્દ્ર સરકારે આપ્યો આ નિર્દેશ…
Manipur Violence : મણિપુરમાં કેન્દ્રીય દળોની 218 ટુકડીઓ તૈનાત
ગત સપ્તાહની તૈનાતી બાદ મણિપુરમાં કેન્દ્રીય દળોની કુલ 218 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સોમવારે મણિપુરની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં મણિપુરમાં હિંસાની ચાલી રહેલી સ્થિતિનો સામનો કરવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે.