આ રાજ્યમાં મુખ્યપ્રધાનના કાર્યક્રમ સ્થળે તોફાનીઓએ કરી તોડફોડ લગાડી આગ, પોલીસે કલમ 144 લાગુ કરી, ઈન્ટરનેટ બંધ

મણિપુરના ચુરાચંદપુરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમના એક દિવસ પહેલા વિરોધીઓએ સભા સ્થળે તોડફોડ કરી અને આગ ચાંપી હતી.

by kalpana Verat
Manipur Violence Video; CM Biren Singh Venue Set Fire In Churachandpur

News Continuous Bureau | Mumbai

મણિપુરના ચુરાચંદપુરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમના એક દિવસ પહેલા વિરોધીઓએ સભા સ્થળે તોડફોડ કરી અને આગ ચાંપી હતી. વાસ્તવમાં, મુખ્યમંત્રી એન બિરેન સિંહ આજે ચુરાચંદપુર જિલ્લાના ન્યૂ લમકા વિસ્તારમાં એક જીમ અને સ્પોર્ટ્સ ફેસિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કરવાના હતા. તે પહેલા ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ વિરોધીઓએ ખુરશીઓ તોડી નાખી હતી અને સ્ટેજને સળગાવી દીધું હતું. જો કે, સીએમ બિરેને ઘટના અંગે કહ્યું કે, અમે દોષિતો સામે કાર્યવાહી કરીશું.

અહેવાલો અનુસાર, હિંસા કરનાર ટોળાનું નેતૃત્વ સ્વદેશી આદિવાસી નેતાઓ કરી રહ્યા છે. આ જૂથ ભાજપની આગેવાની હેઠળની મણિપુર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે. નિર્ણય હેઠળ આદિવાસીઓ માટે આરક્ષિત અને સંરક્ષિત વન વિસ્તારોનો સર્વે હાથ ધરવાનો છે. આ આદેશના બહાને આદિવાસી મંચ રાજ્ય સરકાર પર ચર્ચોને તોડી પાડવાનો આરોપ લગાવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમે ઉદ્ધવ ઠાકરે જૂથને આપી રાહત, શિંદે જૂથને નહીં મળે શિવસેનાની પ્રોપર્ટી પર હક, અરજી કરનારને પૂછ્યા આ તીખા સવાલ..

પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે લાઠીચાર્જ કર્યો હતો. હિંસાને જોતા વહીવટીતંત્રે ચુરાચંદપુર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે અને ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. ટોળાનો હુમલો એવા સમયે થયો હતો જ્યારે આદિવાસી નેતાઓના મંચે સવારે 8 થી 4 વાગ્યા સુધી સમગ્ર ચુરાચંદપુર બંધનું આહ્વાન કર્યું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More