Site icon

Manipur Violence: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થતાં જ એક્ટિવ થયા રાજ્યપાલ સક્રિય, બળવાખોરોને આપી દીધું અલ્ટીમેટમ કહ્યું – આ પછી…!

Manipur Violence: મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ લોકોને 7 દિવસમાં લૂંટાયેલા હથિયારો પરત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. અજય કુમાર ભલ્લાએ રાજ્યમાં છેલ્લા 20 મહિનાથી ચાલી રહેલી હિંસા અને સાંપ્રદાયિક તણાવને ધ્યાનમાં રાખીને તમામ સમુદાયોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવાનોને આગામી સાત દિવસમાં લૂંટાયેલા અને ગેરકાયદેસર રીતે કબજામાં રાખેલા શસ્ત્રો અને દારૂગોળો સ્વેચ્છાએ નજીકના પોલીસ સ્ટેશન, ચોકી અથવા સુરક્ષા દળના કેમ્પમાં જમા કરાવવા વિનંતી કરી.

Manipur Violence Surrender looted weapons, Manipur Governor's 7-day ultimatum amid unrest

Manipur Violence Surrender looted weapons, Manipur Governor's 7-day ultimatum amid unrest

News Continuous Bureau | Mumbai

Manipur Violence:  મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયાને થોડા જ દિવસ થયા છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા એક્શનમાં આવી ગયા છે. તેમણે લોકોને 7 દિવસમાં લૂંટાયેલા હથિયારો પરત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. તમામ સમુદાયોના યુવાનોને, ખાસ કરીને ખીણ અને પહાડી વિસ્તારોના યુવાનોને, આગળ આવવા અને લૂંટાયેલા અને ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા હાકલ કરી છે. જો તેઓ આમ નહીં કરે, તો તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે.

Join Our WhatsApp Community

Manipur Violence:  દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે

રાજ્યપાલે ખાતરી આપી છે કે જો એક અઠવાડિયામાં શસ્ત્રો પરત કરવામાં નહીં આવે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આવા શસ્ત્રો રાખવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.  મહત્વનું છે કે નોંધનીય છે કે 3 મે, 2023 ના રોજ મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા પછી, પોલીસ શસ્ત્રાગાર અને પોલીસ સ્ટેશનોમાંથી લગભગ 6,000 શસ્ત્રો લૂંટી લેવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ કેટલાક શસ્ત્રો જપ્ત કર્યા હોવા છતાં, લૂંટાયેલા શસ્ત્રો અને દારૂગોળોનો મોટો ભાગ હજુ પણ મળ્યો નથી.

Manipur Violence: એન. બિરેન સિંહે રાજીનામું આપ્યું

મણિપુરમાં ભાજપ સરકારનું નેતૃત્વ કરી રહેલા સિંહે લગભગ 21 મહિનાની વંશીય હિંસા બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. આ હિંસામાં અત્યાર સુધીમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યાના કલાકો પછી, 9 ફેબ્રુઆરીએ બિરેન સિંહે ઇમ્ફાલમાં રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.  ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, મણિપુર વિધાનસભાને સસ્પેન્ડ કરવામાં આવી છે, જેનો કાર્યકાળ 2027 સુધી છે.

આ સમાચાર પણ વાંચો : વિજેન્દ્ર ગુપ્તા… જેમને 2015માં માર્શલ્સ દ્વારા ઊંચકીને સંસંદમાંથી હાંકી કઢાયા હતા, હવે એ જ સંભાળશે સંસંદની કાર્યવાહી

તમને જણાવી દઈએ કે મે 2023 માં, મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે ઇમ્ફાલ ખીણમાં બહુમતી મેઇતેઈ સમુદાય અને આસપાસની ટેકરીઓમાં સ્થાયી થયેલા કુકી-જો આદિવાસી જૂથો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. વંશીય હિંસામાં અત્યાર સુધીમાં 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version