News Continuous Bureau | Mumbai
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા આઠ કલાકની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમની ધરપકડ કર્યા બાદ CBIએ તેમને હેડક્વાર્ટરમાં રાખ્યા છે. મનીષ સિસોદિયાએ CBI હેડક્વાર્ટરમાં જ રાત વિતાવી હતી. જે બાદમાં આજે સીબીઆઈ આજે મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે. આ પહેલા તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.
ધરપકડના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. AAP સમર્થકો અને કાર્યકર્તાઓ પણ બીજેપી હેડક્વાર્ટર સામે વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હી પોલીસ પણ આ અંગે એલર્ટ મોડ પર છે. AAPના તમામ નેતાઓ પર નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : BMC ચૂંટણી પહેલા CM એકનાથ શિંદેનો મોટો ખેલ? આ અંડરવર્લ્ડ ડોનનો ભાઈ સેંકડો કાર્યકરો સહિત શિવસેનામાં જોડાયો..
આબકારી નીતિ 2021-22માં કથિત અનિયમિતતાના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ પહેલા તપાસ એજન્સીએ તેની લગભગ આઠ કલાક પૂછપરછ કરી હતી. તેને ‘ગંદી રાજનીતિ’ ગણાવતા, દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકોમાં ઘણો ‘ગુસ્સો’ છે અને તેઓ તેનો ‘જવાબ’ આપશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સિસોદિયાને પૂછપરછ માટે સીબીઆઈએ બોલાવ્યા હતા પરંતુ બજેટની તૈયારી કરવાની હોવાથી તેમણે સમય માગ્યો હતો. ત્યાર બાદ સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું હતું.