Manish Sisodia : જેલમાં જ દિવાળી મનાવશે મનીષ સિસોદિયા, આવી ગયો આ આદેશ… કોર્ટ ન થઈ સહમત..

Manish Sisodia : દિલ્હી કોર્ટે મનીષ સિસોદિયાને તેની પત્નીને એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મળવાની મંજૂરી આપી છે. કોર્ટના આદેશ અનુસાર, મનીષ સિસોદિયા આવતીકાલે એટલે કે શનિવારે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી તેમની પત્નીને મળી શકે છે.

by kalpana Verat
Delhi Court Allows Manish Sisodia To Meet Ailing Wife Tomorrow

 News Continuous Bureau | Mumbai 

Manish Sisodia : દિલ્હી દારૂ કૌભાંડ કેસ (Delhi excise policy)માં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં જ દિવાળી (Diwali) મનાવશે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને તેની બીમાર પત્નીને 5 દિવસ સુધી મળવાની પરવાનગી આપી નથી. જોકે દિલ્હી કોર્ટે મનીષ સિસોદિયાને તેની પત્નીને એક દિવસ માટે પોલીસ કસ્ટડી (Judicial custody) માં મળવાની મંજૂરી આપી છે. 

આવતીકાલે પત્નીને મળી શકે છે મનીષ સિસોદિયા

કોર્ટના આદેશ અનુસાર, મનીષ સિસોદિયા આવતીકાલે એટલે કે શનિવારે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી તેમની પત્નીને મળી શકે છે. તમને જણાવી દઈએ કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસના આરોપી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની બીમાર પત્નીને મળવાની માંગ કરી હતી.

મની લોન્ડરિંગ કેસમાં આરોપી

નોંધનીય છે કે વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે આજે સિસોદિયાની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટ દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત સીબીઆઈ અને ઈડી (ED) ના કેસોની સુનાવણી કરી રહી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સીબીઆઈની સાથે મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. બંને કેસમાં સિસોદિયા અને અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓ અને ખુલ્લા મેનહોલ્સ અંગે દાખલ કરવામાં આવી કન્ટેમ્પ્ટ પિટિશન.. હાઈકોર્ટે આપ્યો આ નિર્દેશ.

તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. તેમની અગાઉની જામીન અરજી હાઈકોર્ટે તેમજ ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી. જોકે, જૂનમાં હાઈકોર્ટે તેને કસ્ટડીમાં પત્નીને મળવાની મંજૂરી આપી હતી.

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં AAP સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. તે ન્યાયિક કસ્ટડીમાં છે અને સિસોદિયાને શુક્રવારે સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં ઈડીએ 9 માર્ચે સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પહેલા 26 ફેબ્રુઆરીએ સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

You may also like