News Continuous Bureau | Mumbai
પાટનગર દિલ્હી સરકારમાં આ મોટો ફેરફાર થયો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી સરકારમાં પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દીધું છે.
મળતી માહિતી મુજબ, બંને મંત્રીઓના રાજીનામાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વીકારી લીધા છે.
સિસોદિયા દિલ્હીના ઉપમુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી હતા. આ ઉપરાંત તેની પાસે એક્સાઈઝ વિભાગ પણ હતો. સિસોદિયા પાસે દિલ્હી સરકારના કુલ 18 વિભાગો હતા. તે 4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં છે. તે જ સમયે, જૈને તેમની ધરપકડના લગભગ 9 મહિના પછી મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
‘આ સમાચાર પણ વાંચો : ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને સુપ્રીમમાંથી ન મળી રાહત, કાઢી ઝાટકણી કહ્યું- ‘સીધા અહીંયા ન આવી જવાય’, જાણો હવે કયો વિકલ્પ છે તેમની પાસે?
મહત્વનું છે કે બંને મંત્રીઓ હાલમાં તપાસ એજન્સીઓની કસ્ટડીમાં છે, ત્યારબાદ બંને પર રાજીનામું આપવાનું દબાણ હતું. CBI દ્વારા રવિવારે જ દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, સત્યેન્દ્ર જૈન ચિટ ફંડ કૌભાંડમાં છેલ્લા ઘણા મહિનાઓથી તિહાર જેલમાં બંધ છે. ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.