News Continuous Bureau | Mumbai
Maratha Reservation: મરાઠા આરક્ષણની માંગણી કરી રહેલા મનોજ જરાંગે પાટીલે ( Manoj Jarange Patil ) મુંબઈમાં વિરોધ કરવાની યોજના રદ્દ કરી દીધી છે. તે અધવચ્ચે જ પોતાના ગામ પરત ફર્યા છે. તેમણે સોમવારે (26 ફેબ્રુઆરી) કહ્યું હતું કે હાલ અમે કાયદાનું સન્માન કરીશું. મરાઠાઓએ ( Marathas ) પણ રાજ્યમાં શાંતિ જાળવી રાખવી જોઈએ અને કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ.
1. મનોજ જરાંગે તમામ કામદારોને ઘરે જવા કહ્યું. મનોજ જરાંગે અંતરવાળી સરતી ગામમાં ભૂખ હડતાળ ( hunger strike ) પર છે. તેમણે કહ્યું કે તેઓ ગામમાં જઈને સારવાર કરાવશે અને ત્યાં તેઓ આંદોલનની આગળની દિશા નક્કી કરશે.
2. દરમિયાન આજે વહેલી સવારે મરાઠા વિરોધીઓએ અંબડ તાલુકાના છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
3. આના પગલે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ( MSRTC ) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને જાલનામાં બસ સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.
4. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, જાલના જિલ્લાના અંબડ તાલુકામાં ( Ambad Taluka ) આગામી આદેશો સુધી કર્ફ્યુ ( Curfew ) લાદવામાં આવ્યો છે. જાલના પ્રશાસને કહ્યું કે ભારે ભીડને કારણે ધુલે-મુંબઈ હાઈવે અને આસપાસના અન્ય વિસ્તારો પર ટ્રાફિકને અસર થવાની સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો : Himanta Biswa Sarma : હિમંતા બિસ્વાએ વિધાનસભા દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું, ‘જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી બાળ લગ્ન નહીં થવા દઈશ’..
5. તેમજ સંભાજીનગર, જાલના અને બીડ જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાયા બાદ ગૃહ વિભાગે આ નિર્ણય લીધો છે. ઈન્ટરનેટ સેવાઓ 10 કલાક માટે બંધ રહેશે.
6. આ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જ્યાં મરાઠા આરક્ષણને લઈને વિરોધ પક્ષોએ પ્રદર્શન કર્યું હતું.
7. મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગેએ મિડીયા સાથે વાત કરતા કહ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની વાત ન સાંભળવી જોઈએ. તેમણે કહ્યું કે એ સમજાવવું જોઈએ કે કુણબી સંબંધીઓ પર નોટિફિકેશન કેમ લાગુ કરવામાં આવી રહ્યું નથી.
8. જરાંગે રવિવારે મોડી રાત્રે આ ટિપ્પણી ત્યારે કરી. જ્યારે મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે કાર્યકર્તાઓએ તેમની સરકારની ધીરજની પરીક્ષા ન લેવી જોઈએ. જરાંગે રવિવારે જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં આરોપ લગાવ્યો હતો કે ફડણવીસ તેમને “મારવાનો” પ્રયાસ કરી રહ્યા છે. તેણે દાવો કર્યો હતો કે તેને સલાયનથી ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
9. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાએ મંગળવારે (20 ફેબ્રુઆરી) સર્વસંમતિથી મરાઠાઓને અલગ કેટેગરી હેઠળ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપતું બિલ પસાર કર્યું છે. જ્યારે જરાંગે અન્ય પછાત વર્ગ (ઓબીસી) હેઠળ મરાઠાઓને અનામત આપવાની તેમની માંગ પર અડગ છે.