ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુન 2020
કોરોના સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ )એ પાર્ટીમાં એક મોટો ફેરફાર કર્યો છે. પાટનગર દિલ્હીના ભાજપ અધ્યક્ષપદેથી મનોજ તિવારીને હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ આદેશ કુમાર ગુપ્તાને દિલ્હી ભાજપની કમાન સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટીના મહાસચિવ અરૂણસિંહ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત છત્તીસગઢના ભાજપ અધ્યક્ષને પણ હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ વિષ્ણુદેવ સાંઈને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ મણિપુરમાં નવા પ્રદેશ પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી છે. હવે મણિપુર બીજેપીની કમાન એસ.ટિકેન્દ્રસિંહના હાથમાં આપવામાં આવી છે. નોંધનીય છે કે ત્રણેય અધ્યક્ષોની જાહેરાત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સૂચનાથી કરવામાં આવી હતી..
