ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 8 એપ્રિલ 2021.
ગુરૂવાર.
મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મળ્યા ના કેસમાં હવે એક નવો ખુલાસો થયો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કરેલા દાવા મુજબ, મુકેશ અંબાણી ના ઘર નીચે વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો ગાડી મુકવામાં સચિન વાઝે સાથે મનસુખ હિરેન પણ આ ષડયંત્રમાં સામેલ હતો.
સ્પેશિયલ કોર્ટમાં વાઝેની કસ્ટડી વધારવાની માંગ સામે એનઆઈએની ટીમે આ ખુલાસો કર્યો હતો. એનઆઇએ એ સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને બુકી નરેશ ગોડ ને પણ દોષિ ઠેરવતા જણાવ્યું હતું કે,વાઝેને સીમકાર્ડ તેમણે જ આપ્યા હતા.
ખેલ ખલાસ!! અનિલ દેશમુખ ની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી. જાણો શું થયું સુપ્રીમ કોર્ટમાં.
ઉલ્લેખનીય છે કે,એનઆઇએ એ કરેલા ખુલાસા મુજબ વાઝે હિરેનને વિસ્ફોટક રાખવાની વાતને કબૂલ કરવા માટે કહી રહ્યો હતો અને હિરેને એ વાતનો ઇનકાર કર્યો હતો.