ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જે ગાડી મળી તેના માલિક મનસુખ હિરણ ની હત્યા આખરે કોણે કરી? આ સંદર્ભે અફવાઓનું બજાર ગરમ છે ત્યારે વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં સનસનાટી ફેલાવી દીધી છે.
દેવેન્દ્ર ફડણવીસે વિમળા મનસુખ હિરણ નું સ્ટેટમેન્ટ સભાગૃહમાં વાંચી સંભળાવ્યો. વિમળાબહેન એ આ સ્ટેટમેન્ટ પોલીસ સ્ટેશનમાં લખાવ્યું છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના પતિ મનસુખ હિરણ ની હત્યા કરવામાં આવી છે અને આ હત્યા કરનાર વ્યક્તિ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝે છે. આ આરોપ લાગતા ની સાથે જ જબરજસ્ત હંગામો સર્જાયો છે.
