Site icon News Continuous Bureau | Mumbai

Mansukh Mandaviya Porbandar: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે થયું પોરબંદરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ, જાણો શું સુવિધાઓ ઉપલબ્ધ છે આ બિલ્ડીંગમાં?

Mansukh Mandaviya Porbandar: કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાનાં હસ્તે પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં પરિસરમાં કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ

Mansukh Mandaviya inaugurated the new building of Primary Health Center in Porbandar

Mansukh Mandaviya inaugurated the new building of Primary Health Center in Porbandar

 News Continuous Bureau | Mumbai

Mansukh Mandaviya Porbandar:  પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાના હસ્તે પોરબંદર જિલ્લાના કુતિયાણાના તાલુકાનાં ખાગેશ્રી ગામ ખાતે રૂ.1 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય મંત્રીએ ( Mansukh Mandaviya ) જણાવ્યું હતું.કે, છેવાડાના ગામો સુધી પાણી, રોડ આરોગ્ય સહિતની સુવિધાઓ પહોંચી રહી છે. અને ગામડાઓ હવે સમૃદ્ધિનાં માર્ગ તરફ આગળ વધી રહ્યાં છે. વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર વિકાસલક્ષી કાર્યોથી લોકોની સુખાકારી વધે તે દિશામાં કાર્ય કરી રહી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ( Porbandar ) નવાં બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 455.43 સ્ક્વેર મીટર બિલ્ટ અપ એરિયા છે. આ બિલ્ડિંગમાં મેડીકલ ઓફિસર રૂમ,ડોક્ટર આયુષ રૂમ,ડ્રેસિંગ રૂમ, લેબોરેટરી, મમતા કલીનીક, મેલ વોર્ડ, ફીમેલ વોર્ડ, રૂમ, લેબર રૂમ, પ્રી. ઓપરેસન રૂમ, માઈનોર ઓ.ટી, હેન્ડીકેપ ટોઇલેટ, ઓફીસ કમ સ્ટોર,  ડિસ્પેસ્પેન્સિંગ રૂમ, ડ્રેસિંગ કમ ઈન્જેકસન રૂમ, ટોઇલેટ બ્લોક અને રેમ્પ, પાર્કિંગ વગેરેથી સુવિધાઓથી અધતન બિલ્ડીંગ રૂ.1 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર ( Primary Health Centre )  લોકાર્પણ કર્યું હતું અને જિલ્લા આરોગ્ય અધિકારી બી. પી. કરમટાએ કેન્દ્રીય મંત્રીને નવનિર્મિત બિલ્ડીંગ અને આરોગ્યની સેવાઓ વિશે માહિતગાર કર્યા હતાં અને એક પેડ મા કે નામ અભિયાન અંતગર્ત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Kautilya Economic Conclave: PM મોદી આવતીકાલે લેશે કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવમાં ભાગ, વિશ્વભરના વક્તાઓ લેશે ભાગ.

ખાગેશ્રીનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ( Ayushman Arogya Mandir ) હેઠળ  8 પેટા આરોગ્ય કેન્દ્ર સમાવેશ થાય છે. કેન્દ્ર હેઠળ કુલ ગામો – 15 ગામોની 29294 જેટલા નાગરિકોને નવા બિલ્ડીંગ કાર્યરત થતાં નાગરીકોને આરોગ્ય વિષયક સેવાઓનો લાભ  મેળવવામાં સરળતા રહેશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર, કુતિયાણા પ્રાંત અધિકારી પારસ વાંદા સહિતના અગ્રણીશ્રીઓ, સભ્યશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mumbai Pune Missing Link Inauguration। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ દેવેન્દ્ર ફડણવીસે પોતે મર્સિડીઝ ચલાવી ટનલની કરી સવારી
Pune Child Rape Murder Case। પુણેમાં માનવતા શર્મસાર 65 વર્ષના વૃદ્ધે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી, રોષે ભરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો
Maharashtra HSC Result 2026। ધોરણ 12 HSC બોર્ડનું પરિણામ આજે થશે જાહેર, જાણો કઈ વેબસાઈટ પરથી જોઈ શકાશે રિઝલ્ટ
Maharashtra Heatwave Alert। સાવધાન મહારાષ્ટ્ર! આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે આગામી ૪૮ કલાકો માટે જાહેર કર્યું એલર્ટ
Exit mobile version