News Continuous Bureau | Mumbai
દિલ્હીમાં(Delhi) ઓપરેશન લોટ્સ(Operation Lotus) શરૂ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. એટલે કે મહારાષ્ટ્ર(Maharashtra) બાદ હવે શું દિલ્હીમાં પણ સરકાર તૂટી પડશે એવો સવાલો રાજકીય સ્તરે(political level) થઈ રહ્યા છે. હકીકતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો(Aam Aadmi Party MLAs) અને મંત્રીઓએ ભાજપ(BJP) પર તેમને ખરીદવાની ઓફર કરવાનો આરોપ લગાવ્યા પછી AAPએ ગુરુવારે તેના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીના મુખ્ય પ્રધાન(Delhi CM) અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) યોજેલી બેઠકમાં લગભગ 12 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હોવાનું માનવામાં આવે છે.
AAP ધારાસભ્ય દિલીપ પાંડેએ(Dilip Pandey) કહ્યું, "ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે તમામ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જે ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી તેમનો સંપર્ક કરવામાં આવશે. બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે. ભાજપ 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : ઝારખંડના મુખ્યમંત્રીને ઝટકો- ચૂંટણી પંચના આ નિર્ણયથી મુખ્યમંત્રીની ખુરશી સામે હવે લટકતી તલવાર
અહીં ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભામાં(Delhi Assembly) આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે. બુધવારે એક્સાઇઝ પોલિસી(Excise Policy) પર રાજકીય હોબાળો(Political uproar) વચ્ચે AAPની પોલિટિકલ અફેર્સ કમિટી(Political Affairs Committee) (PAC)ની બેઠક યોજાઈ હતી. પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઈડી(ED) અને સીબીઆઈના(CBI) દુરુપયોગ અને ધારાસભ્યોને કરોડોની ઓફર કરીને પાર્ટી તોડવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી. બાદમાં તેમની સામે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
સીએમ કેજરીવાલના નિવાસસ્થાને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક પહેલા દિલ્હી સરકાર (Delhi Govt) પર સંકટ મંડરાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના ઓછામાં ઓછા 12 ધારાસભ્યો પાર્ટીના સંપર્કમાં નહોવાનું ચર્ચાઈ રહ્યું છે.
