Site icon

હવે આ રાજ્યમાં બની મોરબી જેવી દુર્ઘટના, બૈસાખીના ઉત્સવ દરમિયાન ફૂટઓવર બ્રિજ તૂટ્યો, અનેક ઘાયલ. જુઓ વિડીયો

ઉધમપુરના ચેનાની બ્લોકના બૈન ગામમાં બેની સંગમમાં બૈશાખી તહેવાર દરમિયાન ફૂટબ્રિજ તૂટી પડ્યો. આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

people injured after a footover bridge collapsed in Jammu and Kashmir

people injured after a footover bridge collapsed in Jammu and Kashmir

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો છે. ઉધમપુરના ચેનાની બ્લોકના બૈન ગામમાં બેની સંગમમાં બૈશાખી તહેવાર દરમિયાન ફૂટઓવર બ્રિજ તૂટી પડ્યો. આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. પોલીસ અને અન્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Join Our WhatsApp Community

20 થી 25 ભક્તો ઘાયલ

ઉધમપુરના બેની સંગમમાં બૈશાખી મેળા દરમિયાન દેવિકા પરનો પુલ તૂટી પડ્યો હતો. પુલ ધરાશાયી થતાં અરાજકતા સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, બૈસાખી ખાસ અવસર પર અહીં ભક્તોની ભીડ ઉમટી હતી. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 20 થી 25 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. હાલ કોઈની હાલત ગંભીર નથી.

આ સમાચાર પણ વાંચો : ઓટો સેક્ટરમાં તેજી, પેસેન્જર વાહનોનું વેચાણ 27 ટકા વધી 38 લાખ યુનિટ્સને પાર

ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ હાજર છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ચેન્નાઈ સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version