News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશના મહાકાલ લોકમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે સપ્તર્ષિની મૂર્તિઓ તૂટી પડી છે. રવિવાર હોવાને કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થી તરીકે આવ્યા હતા. જોકે ભારે વાવાઝોડાને કારણે નાસભાગ મચી જવા પામી હતી. સુરક્ષા રક્ષકોએ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. સારા સમાચાર એ છે કે કોઈ ઘાયલ થયું નહોતું. હવે સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થયો છે.
उज्जैन में आज दोपहर आये आँधी और तेज बारिश से #महाकाल_लोक की कुछ बड़ी मूर्तियाँ टूट कर ज़मीन पर गिरीं। बड़ा नुक़सान टला। @ABPNews #Ujjain #Mahakal_Lok pic.twitter.com/ixJoq1Fe5X
— Brajesh Rajput (@brajeshabpnews) May 28, 2023
મધ્યપ્રદેશની ઘટના ના રાજકીય પ્રત્યાઘાત.
મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ સંદર્ભે હવે રાજનૈતિક બયાનો સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા કમલનાથે દાવો કર્યો છે કે આ તમામ વસ્તુઓ સરકારની બેદરકારી દર્શાવે છે.