Site icon

Maratha Reservation Law: મરાઠા આરક્ષણ અનામત બિલ મંજુર થતાં, રાજ્યમાં હવે આટલા ટકા અનામત…જાણો કોને કેટલા ટકા અનામત મળે છે..

Maratha Reservation Law: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને 10 ટકા અનામત માટે મંજુરી મળી ગઈ છે. તેથી હવે કાયદાકીય કસોટીમાં આ કાયદો પસાર થશે કે નહીં તે હવે જોવું મહત્ત્વપૂર્ણ છે.

Maratha Reservation Law With the approval of the Maratha Reservation Bill, the state now has this percentage of reservation...

Maratha Reservation Law With the approval of the Maratha Reservation Bill, the state now has this percentage of reservation...

News Continuous Bureau | Mumbai  

Maratha Reservation Law: રાજ્ય વિધાનસભાએ મંગળવારે યોજાયેલા વિશેષ સત્રમાં સર્વસંમતિથી મરાઠા આરક્ષણ બિલને ( Maratha Reservation Bill ) મંજૂરી આપી હતી. તેથી રાજ્યમાં હવે મરાઠા સમુદાયને અનામત ( Reservation  ) મેળવવાનો માર્ગ મોકળો થયો છે. આ બિલ અનુસાર મરાઠા સમુદાયને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત મળશે. આ અનામતને કારણે દરેક રાજ્ય માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત 50 ટકાની મર્યાદા ઓળંગાઈ ગઈ છે. રાજ્યમાં હવે અનામતનો કુલ આંકડો 72 ટકા પર પહોંચી ગયો છે. તેથી ભવિષ્યમાં મરાઠા આરક્ષણ કાયદાકીય કસોટીમાં ટકી શકશે કે કેમ તે જોવું અગત્યનું રહેશે. કારણ કે, ફડણવીસ સરકાર દરમિયાન જ્યારે મરાઠા સમુદાયને ( Maratha community ) આરક્ષણ આપવામાં આવ્યું ત્યારે તે હાઈકોર્ટમાં પસાર થયું હતું. જો કે મરાઠા આરક્ષણ કાયદાને સુપ્રીમ કોર્ટમાં રદ્દ કરી દેવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ( Maharashtra ) અત્યાર સુધી , અનુસૂચિત જાતિઓ (13 ટકા), અનુસૂચિત જનજાતિ (7 ટકા), અન્ય પછાત વર્ગો (19 ટકા), મુક્ત જાતિઓ અને વિચરતી જાતિઓ (11 ટકા), વિશેષ પછાત વર્ગો (2 ટકા) માટે અનામત છે. આ સંયુક્ત આંકડો 52 ટકા હતો. હવે તેમાં 10 ટકા મરાઠા આરક્ષણ ઉમેરવામાં આવ્યું છે. જેના કારણે રાજ્યમાં અનામત 62 ટકા પર પહોંચી ગઈ છે. જો કેન્દ્ર સરકાર ( Central Govt ) દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો માટે લાગુ કરાયેલી 10 ટકા અનામતને આમાં સામેલ કરવામાં આવે તો અનામતની ટકાવારી 72 ટકા સુધી પહોંચી જાય છે.

 અમે સમાજને નહીં પણ વર્ગને અનામત આપીએ છીએઃ શિંદે સરકાર..

રાજ્ય પછાત વર્ગ આયોગના રિપોર્ટ અનુસાર, મરાઠા સમુદાયની વસ્તી 28 ટકા છે. આમાં કુણબી રેકોર્ડ ધરાવતા મરાઠા સમુદાયને 10 ટકા અલગ અનામતનો લાભ નહીં મળે. તેમજ મરાઠા ભાઈઓ કે જેમની વાર્ષિક આવક વધારે છે. તેમને પણ આ આરક્ષણમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Farmer Protest: ડેડલાઈન પૂરી થઈ.. હજારો ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે, સરહદ પર પોલીસ રાખશે કડક તકેદારી… સરકારે કરી આ અપીલ

મરાઠા આરક્ષણનો કાયદો અદાલતોમાં કાયદાની કસોટી પર પસાર કરવામાં આવ્યો ન હતો. આવા અગાઉના અનુભવને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે બિલ રજૂ કરતી વખતે એક વિશેષ વ્યૂહરચના ઘડી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મરાઠા સમુદાયને અપાયેલ આરક્ષણ અપવાદરૂપ સંજોગોને કારણે વાજબી છે. તેમજ જ્ઞાતિના નામે અપાતી અનામત કોર્ટમાં મંજુર થતી નથી. પરંતુ ચોક્કસ વર્ગને આપવામાં આવતી અનામત મંજુર કરવામાં આવે છે. તે ધ્યાનમાં રાખીને સરકારે એવું વલણ અપનાવ્યું છે કે અમે સમાજને નહીં પણ વર્ગને અનામત આપીએ છીએ.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Exit mobile version