Site icon

Maratha reservation : સરકાર બનતા જ મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે થયા એક્ટિવ, નવી સરકારને આપી દીધું આ તારીખ સુધીનું અલ્ટીમેટમ..

Maratha reservation : મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે નવી સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું કે મહાયુતિએ 5 ડિસેમ્બરે સરકાર બનાવી છે. અમે તેમને 1 મહિનાનો સમય આપીએ છીએ, તેઓ 5 જાન્યુઆરી સુધીમાં મરાઠા આરક્ષણ, મરાઠા આંદોલનકારીઓ સામેના ગુનાઓ પાછા ખેંચી લે, નહીં તો મરાઠા સમુદાય ફરીથી સંપૂર્ણ શક્તિ સાથે સરકારને ઘેરશે.

News Continuous Bureau | Mumbai

 Maratha reservation : ગઈકાલે એટલે કે ગુરુવારે જ મુંબઈના આઝાદ મેદાનમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે, એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન તરીકે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. સરકાર ગઠન થયાના એક દિવસ બાદ જ મરાઠા આરક્ષણનો મુદ્દો ગરમાવા લાગ્યો છે.

Join Our WhatsApp Community

Maratha reservation :  નવી સરકારને સીધી ચેતવણી 

અહેવાલ છે કે મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે નવી સરકારને સીધી ચેતવણી આપી છે અને એક મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે. મનોજ જરાંગે રાજ્ય સરકારને 5 જાન્યુઆરી સુધીમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ઉકેલવા જણાવ્યું છે. મનોજ જરાંગેએ કહ્યું કે તેઓ મહાયુતિની સરકારની રચના માટે શુભેચ્છા પાઠવે છે પરંતુ હવે લોકોની સમસ્યાઓનું નિરાકરણ જરૂરી છે. જો સરકાર 5 જાન્યુઆરી સુધીમાં મરાઠા સમુદાયની તમામ માંગણીઓ પૂરી નહીં કરે તો મરાઠાઓ ફરીથી આંદોલન કરશે અને સરકારને ઘેરશે.  સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે કેબિનેટ વિસ્તરણ બાદ અમે સમાજનું ધ્યાન રાખવા માટે સામૂહિક અનશનની તારીખ જાહેર કરીશું, યાદ રાખો, જનતાએ તમને ચૂંટ્યા છે, તમે લોકોના દિલ જીતવાનું કામ કરો.  

આ સમાચાર પણ વાંચો: Maharashtra Govt formation : સરકાર ગઠન બાદ હવે નવી વિધાનસભાનું વિશેષ સત્રનું આયોજન, 7 ડિસેમ્બરથી શરૂ થશે; આ છે એજન્ડા..

Maratha reservation : હાલ મામલો કોર્ટમાં પેન્ડિંગ

મહત્વનું છે કે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ બાદ તરત જ મંત્રાલય પહોંચ્યા હતા. મહાયુતિ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક બુધવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બોલતા દેવેન્દ્ર ફડણવીસે ઘણા સવાલોના વિગતવાર જવાબ આપ્યા. મરાઠા આરક્ષણ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ મામલો રાજ્યની વિધાનસભામાં પહેલાથી જ ઉઠાવવામાં આવ્યો છે. અગાઉની સરકારે કેન્દ્રને એવો રિપોર્ટ મોકલ્યો હતો કે તેને ડેટા મળતો ન હતો. દરમિયાન, ઘણી કાર્યવાહી કરવામાં આવી હતી, અમે કોર્ટમાં સમર્થન સોગંદનામું આપ્યું હતું. હાલ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. અમે અમારો મુદ્દો  સ્પષ્ટ કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અગાઉની સરકારમાં અમે મરાઠા સમુદાયને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો હતો અને અમે મરાઠા સમુદાયને ન્યાય અપાવતા રહીશું.

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version