News Continuous Bureau | Mumbai
Maratha Reservation: મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલ ( Manoj Jarange Patil ) , જેઓ એક દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવીને મુંબઈ કૂચ ( Mumbai march ) પર નીકળ્યા હતા, તે સોમવારે સરકારની કડક ચેતવણી બાદ બેકફૂટ પર આવતા જોવા મળ્યા હતા. તેમણે 17 દિવસથી ચાલી રહેલા ઉપવાસને ( Hunger strike ) સમાપ્ત કર્યું હતું.
રવિવારે સાંજે પોતાના ગામ અંતરવાળી સરાતીમાં લોકોને સંબોધિત કરતી વખતે, જરાંગે અચાનક ગુસ્સે થઈ ગયા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર તેમના એન્કાઉન્ટરનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે હવે તેઓ મુંબઈમાં ફડણવીસના બંગલા બહાર ઉપવાસ કરશે. આટલું કહી તેઓ પગપાળા મુંબઈ જવા રવાના થયા હતા
પરંતુ, તે જ સમયે, મુંબઈમાં ચાલી રહેલી કેબિનેટની બેઠક પછી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ( Eknath Shinde ) , બંને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ ( Devendra Fadnavis ) અને અજિત પવારે જરાંગે દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા અને ફડણવીસ પર લગાવેલા આરોપો સામે સર્વસંમતિથી વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કાયદો હાથમાં ન લેવાની ચેતવણી પણ આપી હતી. મુખ્યમંત્રી શિંદે, જેમણે થોડા દિવસો પહેલા જરાંગે સાથે સમજૂતી કરી હતી, તેમણે કહ્યું કે અત્યાર સુધી રાજ્ય સરકારે સંયમ જાળવ્યો છે. પરંતુ તેની તેની વધુ પરીક્ષા ન લેવી જોઈએ
તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે, પરંતુ જરાંગે પોતાની માંગમાં વધારો કરી જ રહ્યો છે…
રાજ્ય સરકારે જરાંગેની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. પરંતુ તે પોતાની માંગમાં વધારો કરી જ રહ્યો છે. તેથી ફડણવીસે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. આ પછી જરાંગે પાટીલને તેમના સમર્થકો દ્વારા પડોશી ગામમાંથી અંતરવાળી સરાતીમાં પાછા ફરવા સમજાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે સરકારનો સંદેશ જરાંગે સુધી પહોંચ્યા પછી જ તેમણે સોમવારે સાંજે તેમના 17 દિવસના લાંબા ઉપવાસને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Income Tax : ITR ફાઈલ કરતી વખતે કરદાતાઓ દ્વારા આવકની સાચી માહિતી ન આપનારાઓ હવે આવકવેરા વિભાગના રડાર પર..
પોલીસે સોમવારે સવારથી જ આંતરવાળી સરાતી અને તેના આસપાસના સ્થળોએ કલમ 144 લાગુ કરી દીધી હતી. જેના કારણે જરાંગેને પોતે જ તેમના સમર્થકોને ઘરે પાછા જવાની અપીલ કરવી પડી હતી. તેમના ઉપવાસને સમાપ્ત કરતા તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના ઉપવાસને સમાપ્ત કરી રહ્યાં છે. આંદોલન પાછું ખેંચી રહ્યા નથી. હવે તે ગામડે ગામડે ફરીને લોકોને પોતાનો મુદ્દો સમજાવવાનો પ્રયાસ પણ કરશે.
મિડીયા રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ કહ્યું છે કે મરાઠા ક્વોટા આંદોલનને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહારાષ્ટ્રના જાલના, છત્રપતિ સંભાજીનગર અને બીડ જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી.
તેમજ બીડ જિલ્લામાં પરવાનગી વિના આંદોલન કરવા બદલ ત્રણ કેસ નોંધાયા છે. તો રાજ્ય પરિવહનની બસને નુકસાન પહોંચાડવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાલના જિલ્લાના અંબડ તાલુકામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
દરમિયાન, બોમ્બે હાઈકોર્ટે સોમવારે સુનવણી કરતા કહ્યું હતું કે, મરાઠા આરક્ષણ સંબંધિત વિરોધ વચ્ચે મહારાષ્ટ્ર સરકાર મૂક પ્રેક્ષક બની શકે નહીં. તેની પાસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સત્તા છે. જસ્ટિસ એએસ ગડકરી અને જસ્ટિસ શ્યામ ચાંડકની ડિવિઝન બેન્ચે કહ્યું કે સરકારને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોર્ટના આદેશની જરૂર નથી.
આ સમાચાર પણ વાંચો : RBI Action: RBI ફરી આવી એકશન મોડમાં, SBI સહિત 3 મોટી બેંકો પર મોટી કાર્યવાહી, લગાવ્યો કરોડોનો દંડ.. જાણો શું છે કારણ.