News Continuous Bureau | Mumbai
Maratha Reservation: મહારાષ્ટ્ર ( Maharashtra ) માં મરાઠા અનામત ની માગ સાથે મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીના ( NCP ) અજિત પવાર ( Ajit Pawar ) જૂથના મંત્રી હસન મુશ્રીફ ( Hasan Mushrif ) ની કાફલામાં સામેલ કાર પર હુમલો ( Car Attack ) કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે. ઉલ્લેખનીય છે કે આજે સીએમ એકનાથ શિંદે ( CM Eknath Shinde ) એ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જોકે આ વચ્ચે એવા પણ અહેવાલો છે કે ઉદ્ધવ ઠાકર( Uddhav Thackeray ) ના જૂથની શિવસેનાને આ બેઠકમાં ચર્ચા કરવા માટે આમંત્રણ નથી આપવામાં આવ્યું જેના લીધે સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે પણ શીંદે સરકાર પર ભડક્યાં હતાં.
Maharashtra | Two men raising slogans for Maratha reservation seen vandalising the car belonging to State minister & NCP leader Hasan Mushrif at the MLAs’ residence near Akashvani in Mumbai’s Colaba, say police. Police have detained three people in this connection. pic.twitter.com/SulHanIChF
— ANI (@ANI) November 1, 2023
બીજી બાજુ આંદોલનના નેતા મનોજ જરાંગે આ આંદોલનને દેશવ્યાપી બનાવવાની ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે સરકાર વિશેષ સત્ર બોલાવે અને અનામત અંગે જલદી નિર્ણય કરે નહીંતર તે જળનો પણ ત્યાગ કરશે. જોકે હવે સરકાર વિવાદને ટાળવા માટે વિશેષ સત્ર બોલાવીને મરાઠા અનામત પર વટહુકમ લાવે તેવી શક્યતા છે. બીજી બાજુ નાસિકમાં પથ્થરમારાની ઘટના પણ બની હતી જેના પગલે કર્ફ્યૂ લાગુ કરાયો હતો.
મહારાષ્ટ્માં અત્યાર સુધીમાં કુલ 26 લોકોનો આપઘાત…
હસન મુશ્રીફની કાફલામાં સામેલ કાર પર હુમલો કરાયાની ઘટનામાં પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ( Protestors ) અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે મરાઠા આરક્ષણને લઈને મરાઠા સમાજના લોકો હવે નેતાઓને પોતાના નિશાના પર લઇ રહ્યા છે. જેના કારણે હવે મુખ્ય પ્રધાન સહિતના નેતાઓ અને મહારાષ્ટ્રના તમામ નેતાઓના નિવાસસ્થાનોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હસન મુશ્રીફની કારની જે તોડફોડ કરવામાં આવી છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : LPG Price Hike: દિવાળી પહેલા મોટો ઝટકો… LPG સિલિન્ડર થયો મોંઘો, જાણો દિલ્હીથી મુંબઈ સુધી કેટલો થયો ભાવ?
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 26 લોકો આપઘાત કરી ચૂક્યા છે. આ આપઘાતની ઘટનાઓ મરાઠા અનામતની માગ સાથે જ સંકળાયેલી છે. ગઈકાલે વધુ 9 લોકે મરાઠા અનામતની માગ સાથે જીવન ટૂંકાવ્યું હતું. 19થી 31 ઓક્ટોબર વચ્ચે એટલે કે માત્ર 13 દિવસમાં આ સમુદાયના કુલ 26 લોકો જીવન ટૂંકાવી ચૂક્યા છે.