Site icon

Maratha reservation movement: મહારાષ્ટ્રના મરાઠા આરક્ષણ આંદોલનમાં વકરેલી હિંસાને પગલે ગુજરાત-મહારાષ્ટ્ર બસ વ્યવહાર ખોરવાયો.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

Maratha reservation movement: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં વકરેલી હિંસાને પગલે સાપુતારામા ગુજરાતની બસો થોબી દેવાની ફરજ પડી છે. એસટી વિભાગના આ નિર્ણયના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા છે…

Maratha reservation movement Gujarat-Maharashtra bus service disrupted due to violence in Maharashtra's Maratha reservation movement….

Maratha reservation movement Gujarat-Maharashtra bus service disrupted due to violence in Maharashtra's Maratha reservation movement….

News Continuous Bureau | Mumbai

Maratha reservation movement: મહારાષ્ટ્ર (Maharashtra) માં મરાઠા અનામત આંદોલન (Maratha Reservation Movement) માં વકરેલી હિંસાને પગલે સાપુતારા (Saputara) મા ગુજરાત (Gujarat) ની બસો (Bus) થોબી દેવાની ફરજ પડી છે. એસટી વિભાગ (ST Department) ના આ નિર્ણયના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા છે. ઉલ્લેખનીય છે કે ડાંગ (Dang) તરફથી નાસિક -શિરડી (Nashik- Shirdi) અને તે તરફના રુટ પર બંને રાજ્યના લોકો મોટી સંખ્યામાં અવર-જ્વર કરતા હોય છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં વકરેલી હિંસાને પગલે એસટી બસોને નિશાન બનાવવામાં આવી રહી છે. સરકારી બસોને થતું નુકસાન અટકાવવા માટે ગુજરાત રાજ્યની બસોને મહારાષ્ટ્રમા જતી અટકાવી દેવામાં આવી છે. સુરત ડેપો મેનેજરના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઉગ્ર આંદોલનના કારણે ગુજરાત થી મહારાષ્ટ્રમા જતી બસોને સાપુતારા નજીક અટકાવી દેવામાં આવી છે તો સાથે આગળ આદેશ સુધી બસ આગળ ન ધપાવવા પણ સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ગાઝાના સૌથી મોટા રેફ્યૂઝી કેમ્પ પર ઈઝરાયેલની એરસ્ટ્રાઈક, આટલાથી વધુ લોકોના મોત.. જાણો વિગતે અહીં…

મહારાષ્ટ્ર રાજ્યમા ૧૩ બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું…

મહારાષ્ટ્રમા મરાઠા આંદોલનની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે . સત્તાવાર આંકડા મુજબ સોમવારે સાંજ સુધીના મહારાષ્ટ્ર રાજ્યમા ૧૩ બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એસટી તંત્રએ વધુ નુકસાન અટકાવવા મહત્વનો નિર્ણય લીધો છે. વિભાગ અનુસાર આંદોલનની સૌથી વધુ અસર જે વિસ્તારોમાં જોવા મળી રહી છે તેવા 30 ડેપો સદંતર બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. વિપરીત પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ગુજરાતની બસો મહારાષ્ટ્રમા જતી અટકાવાની સૂચના આપવામાં આવી છે.

 

Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો
Weather Update: હવામાન અપડેટ: અરબી સમુદ્રમાં ઓછું દબાણનું ક્ષેત્ર વિખરાયું, હવે ઠંડીનું આગમન ક્યારે?
Eknath Shinde: એકનાથ શિંદેનું મોટું નિવેદન: વિપક્ષની ‘સત્ય માર્ચ’થી કોઈ અસર નહીં થાય, વોટ એજન્ડા પર મળશે.
Exit mobile version