ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ
તા. ૨૦/૦૭/૨૦૨૧, મંગળવાર
મુંબઈ એરપોર્ટ પર ગરબા થઇ ગયા બાદ હવે ગુજરાતી વિરુદ્ધ મરાઠી નો જંગ થવાની નિશાનીઓ દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના નેતા સર દેસાઈએ સ્પષ્ટતા કરી છે કે મુંબઈના એરપોર્ટ નું સંચાલન અદાણી પાસે ગયું હોય પરંતુ એરપોર્ટ મુંબઈ શહેરમાં જ છે. આ પરિસ્થિતિમાં જો એરપોર્ટ પર ગરબા થયા તો મરાઠી માણસે પણ પોતાની સ્ટાઈલમાં કંઈક કરવું પડશે.
મુંબઈ શહેરમાં બહુ જલદી મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે. આ ચૂંટણી પહેલા હવે રાજકીય જંગ જામવાની શરૂઆત થઈ ગઈ છે.