News Continuous Bureau | Mumbai
Masali Solar Village: બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું છે. ૮૦૦ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પી.એમ.સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત મસાલી ગામના કુલ ૧૧૯ ઘર પર સોલાર રૂફ્ટોપ લગાવવામાં આવ્યા છે.
ગામમાં રેવન્યુ વિભાગ, યુ.જી.વી.સી.એલ, બેંક અને સોલાર કંપનીના સહયોગથી ૧ કરોડ ૧૬ લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો. આજે અહીં ૧૧૯ ઘરોમાં કુલ ૨૨૫.૫ કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે.
આગામી દિવસોમાં બોર્ડર પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના ૧૧ અને સુઈગામ તાલુકાના ૦૬ કુલ મળીને ૧૭ ગામોને સંપૂર્ણ સોલાર વીલેજ ( Masali Solar Village ) થશે
- બનાસકાંઠા જિલ્લાનું મસાલી ( Masali ) દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ ( Solar Village ) બન્યું
- ૧ કરોડ ૧૬ લાખના ખર્ચે મસાલી ગામમાં ઘરે ઘરે સોલાર પેનલ
- મસાલી ગામના કુલ ૧૧૯ ઘર પર સોલાર રૂફ્ટોપની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ
- ઘરે-ઘરે ઉજાસ રેલાવતી કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સુર્ય ઘર વિજળી યોજના ( PM Surya Ghar Muft Bijli Yojana )
- ૧૧૯ ઘરોમાં કુલ ૨૨૫.૫ કિલોવોટ વીજળી પ્રાપ્ત
- બોર્ડર પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ( Border Project Development Project ) અંતર્ગત કામગીરી
- સરહદી વાવ તાલુકાના ૧૧ અને સુઈગામ તાલુકાના ૦૬ ગામ સંપૂર્ણ સોલાર વીલેજ બનશે
- પી.એમ.સૂર્યઘર યોજના અંતર્ગત ૫૯.૮૧ લાખની સબસિડી,
- ૨૦.૫૨ લાખ રૂપિયાનો લોકફાળો અને ૩૫.૬૭ લાખ CSR થકી પ્રોજેક્ટ
આ સમાચાર પણ વાંચો : Mumbai Coastal Road Accident: મુંબઈ કોસ્ટલ રોડ અકસ્માત, બે કાર સામસામે અથડાઈ; ટનલ હંગામી ધોરણે બંધ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.