ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
દિલ્હી સરકારે હવે દિલ્હીમાં કાર ચાલકોને મોટી રાહત આપી છે.
કોરોનાના યુગમાં સરકારે એકલા કારમાં ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક લગાવવાનો નિર્ણય બદલ્યો છે.
હવે જો કાર ચલાવતી વખતે કારમાં માત્ર એક જ વ્યક્તિ હશે તો તેના માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે નહીં.
તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે આ મુદ્દે દિલ્હી સરકારને ફટકાર લગાવ્યા બાદ હવે સરકારની સાન ઠેકાણે આવી છે.