ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા ગોવા સરકારે ઓનશોર અને ઓફશોર કેસિનો, સ્પા અને મસાજ પાર્લર સોમવારથી ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે.
નવી માર્ગદર્શિકા જારી કરતા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે કેસિનો, સ્પા, મસાજ પાર્લર, રિવર ક્રૂઝ હાલ 50 ટકાની ક્ષમતા સાથે ખોલી શકાશે.
સાથે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના કેસિનોમાં પ્રવેશ માટે બંને ડોઝ અથવા RT-PCR નેગેટિવ પ્રમાણપત્રની પુષ્ટિ કરતું રસીકરણ પ્રમાણપત્ર ફરજિયાત રહેશે.
ગોવામાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. એટલા માટે સરકારે ટાસ્ક ફોર્સની ભલામણ અનુસાર પ્રવાસન સંબંધિત ઉદ્યોગો અને વ્યવસાયો માટે નિયમો જારી કરીને તેને શરૂ કરવાનું નક્કી કર્યું છે.
જોકે શાળા શરૂ કરવાનો નિર્ણય કાર્યકારી જૂથની આગામી બેઠક બાદ લેવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ગોવામાં પાંચ ઓફશોર કેસિનો અને આશરે 10 ઓનશોર કેસિનો કાર્યરત છે