News Continuous Bureau | Mumbai
માથેરાન(Matheran Mini Train)ની મીની ટ્રેન, જે માથેરાનની રાણી તરીકે જાણીતી છે, જે ઠંડી હવાનું સ્થળ હોવાથી પ્રવાસીઓમાં પ્રખ્યાત છે. આ મીની ટ્રેનના પાટા પર રેલવે ટ્રેક(Railway track) ના મોટા ટુકડા પડ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે લોકો પાયલટની તકેદારીના કારણે મોટી દુર્ઘટના ટળી છે.
વાત જાણે એમ છે કે જયારે રવિવારે સાંજે 5.30 વાગ્યે, જ્યારે માથેરાન-નેરલ મિની ટ્રેન ઘાટ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા રેલવે ટ્રેકના માર્ગમાં લોખંડના સ્લીપર્સ (રેલવે ટ્રેકના ટુકડા) મૂકીને આ અકસ્માત સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન, તે જ રૂટ પર ટ્રેન પસાર થઈ રહી હતી, આ સમયે લોકો પાયલટ દીપચંદ (ડીસી) મીના અને અલ્પ સુધાંશુની નજર તેના પર પડી. તેઓએ તરત જ ટ્રેન રોકી દીધી અને આનાથી મોટી દુર્ઘટના ટળી. અજાણ્યા શખ્સોના આ કૃત્યને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી જવાની શક્યતા હતી. આ ઘટનાની જાણ મધ્ય રેલવે પ્રશાસન(Central Railway Administration) ને કરવામાં આવી હતી. જે બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવી હતી. હાલ જીઆરપી(GRP) ની રેલ્વે પોલીસે હવે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : OLA ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો ઈરાદો છે- તો જાણો કેવી રીતે બુક કરવું- અહીં સંપૂર્ણ પ્રોસેસ વાંચો
છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલી નેરલ-માથેરાન મિની ટ્રેન 22 ઓક્ટોબરથી ફરી પ્રવાસી સેવામાં આવી છે. દિવસ દરમિયાન અપ અને ડાઉન જેવા ચાર ફેરા હોય છે. નેરલથી માથેરાનની સાથે, અમન લોજથી માથેરાન શટલ સેવાઓ પણ ચલાવવામાં આવે છે. હાલમાં છ કોચની ત્રણ મિની ટ્રેનો છે અને તે ડીઝલ એન્જિન પર ચાલે છે.