News Continuous Bureau | Mumbai
મથુરા જન્મભૂમિ કેસમાં(Mathura Janmabhoomi case) આજે સિવિલ કોર્ટમાં(Civil Court) સુનાવણી હાથ ધરવામાં આવી.
સુનાવણી બાદ કોર્ટે આ મામલામાં તમામ પક્ષકારોને(parties) અરજી પર વહેલી તકે જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ પક્ષકારોના જવાબ દાખલ કર્યા પછી જ આગામી સુનાવણી થશે.
તમામ પક્ષકારોને પિટિશનની કોપી(Copy of petition) મોકલવા જણાવાયું છે. જે બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કેસની આગામી સુનાવણી જુલાઈના પહેલા સપ્તાહમાં થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે મથુરાની એક અદાલતે શાહી ઈદગાહ મસ્જિદને(Shahi Idgah Mosque) હટાવવાની માગણી કરતી એક પીટિશનનો સ્વીકાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા વિવાદને લઈને ચર્ચામાં આવેલા આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસે FIR નોંધી; તપાસ હાથ ધરી…