Site icon

મસ્જિદનો વિવાદ વકર્યો- હવે આગ્રાની આ જાણીતી મસ્જિદના પગથિયા નીચે દેવતાઓની મૂર્તિઓ દફનાવવામાં આવી હોવાનો દાવો- કોર્ટમાં દાખલ થઈ નવી અરજી

News Continuous Bureau | Mumbai 

મથુરાની(Mathura) શ્રી કૃષ્ણ જન્મભૂમિ(Shri Krishna Janmabhoomi) અનેઇદગાહ મસ્જિદના(Idgah Mosque) વિવાદ પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એ વચ્ચે હવે એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આગ્રા કિલ્લાની(Agra Fort) બેગમ મસ્જિદના(Begum Masjid) પાયામાં શ્રી કૃષ્ણ સહિત અનેક દેવી દેવતાઓની(Goddesses) ખંડિત મૂર્તિઓને દફનાવવામાં આવી હતી.  

Join Our WhatsApp Community

મસ્જિદના પાયા અને પગથિયા નીચેથી આ મૂર્તિઓને બહાર કાઢવા માટે સિવિલ જજ સિનિયર ડિવિઝનની(Civil Judge Senior Division) કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી મુખ્ય વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહ(Lawyer Mahendra Pratap Singh), શ્યામલાલ પંડિત(Shyamlal Pandit) અને મનમોહન દાસ(Manmohan Das) વતી દાખલ કરવામાં આવી છે. આ અરજી અનુસાર, મુઘલ બાદશાહ ઔરંગઝેબ(Mughal Emperor Aurangzeb) દ્વારા ભગવાન કેશવ દેવના મંદિરને તોડી પાડવામાં આવ્યા બાદ  ઔરંગઝેબે બેગમ સાહિબાની મસ્જિદના પગથિયાંમાં  દેવતાઓની મૂર્તિઓને દફનાવી દીધા હતી. તેથી તે દેવતાઓને ફરીથી બહાર કાઢવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ!! સરકારી તંત્રને ઝુકાવ્યું- ફક્ત 35 રૂપિયા માટે IRCTC સામે જંગે ચઢેલો એન્જિનિયર પાંચ વર્ષે લડત જીત્યો- લાખો રેલવે પ્રવાસીઓને થયો ફાયદો

આ પ્રકરણમાં આગ્રાના પ્રસિદ્ધ ઈતિહાસકાર રાજકિશોર રાજેના કહેવા મુજબ  એ વાત સાચી છે કે ઔરંગઝેબના આદેશ પર ભગવાન કૃષ્ણ અને અન્ય દેવતાઓને તોડીને આગ્રા લાવવામાં આવ્યા હતા, એટલું જ નહીં મથુરાના મંદિરો પણ તોડવામાં આવ્યા હતા. અન્ય સ્થળોનો પણ નાશ કરવામાં આવ્યો હતો.તેનો કાટમાળ પણ તોડીને આગ્રા લાવવામાં આવ્યો હતો.  આ દેવતાઓની મૂર્તિઓને જામા મસ્જિદના પગથિયાંમાં દફનાવવામાં આવ્યા હતા. જેનું નિર્માણ ઔરંગઝેબની બહેન જહાનઆરા બેગમે વર્ષ 1648માં કરાવ્યું હતું.

રાજકિશોર રાજેએ(Rajkishore Raje) કહ્યું કે આગ્રાના કિલ્લામાં 3 મસ્જિદો છે, તેમાથી જહાનઆરા બેગમ(Jahanara Begum) દ્વારા બનાવવામાં આવેલી મસ્જિદમાં ભગવાનની મૂર્તિઓને દાટી દેવામાં આવી હતી,  જેને જામા મસ્જિદ કહેવામાં આવે છે. રાજકિશોર રાજેએ આ વિશે ઘણા ઐતિહાસિક પુસ્તકોનો(historical books) ઉલ્લેખ કર્યો છે, તે પુસ્તકોમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તે સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણ સહિત અનેક દેવી-દેવતાઓના ખંડિત થઈ ગયા હતા અને તેમને આગ્રાની જામા મસ્જિદના પગથિયાંમાં દફનાવવામાં આવ્યા હતા.
 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version