ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર
મથુરામાં, 6 ડિસેમ્બરે શાહી ઇદગાહ પર બાલગોપાલના જલાભિષેકની જાહેરાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા કડક કરવામાં આવી છે.
સાથે જ સાવચેતીના પગલારૂપે જિલ્લામાં પોલીસે કલમ-144 લાગુ કરી દીધી છે.
આ ઉપરાંત 6 ડિસેમ્બરે નીકળનારી પદયાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસે અર્ધલશ્કરી દળના જવાનો સાથે ફ્લેગ માર્ચ કરી હતી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી
ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરે ધાર્મિક સંગઠનો અને સંસ્થાઓએ સંકલ્પ યાત્રા અને અભિષેકની જાહેરાત કરી હતી. જો કે પોલીસની કડકાઈના કારણે સૌએ આ જાહેરાત પાછી ખેંચી લીધી હતી.
શિયાળો વધુ ચાલશે, જેથી કેરીની સિઝનમાં શરૂઆતમાં માત્ર આટલા ટકા હાફુસ જ બજારમાં આવશે. જાણો વિગત
