News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી મસ્જિદની(Gyanvapi masjid) જેમ મથુરામાં(Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ(Shri krishna janmabhoomi) મંદિરને અડીને આવેલી ઈદગાહ મસ્જિદનો(Eidgah Mosque) પણ સર્વે(Survey) કરાવવાની માંગ સાથે મથુરાની કોર્ટમાં(mathura court) અરજી આવી છે.
આવી 3 અરજીઓ થઈ છે અને તેમાં કોર્ટ કમિશનર(Court commissioner) નિયુક્ત કરીને ઈદગાહ મસ્જિદનો સર્વે કરાવવા માટે માંગ કરવામાં આવી છે.
કોર્ટે આ મામલાની સુનાવણી માટે અરજી કરનારાઓને 1 જુલાઈની તારીખ આપી છે.
આ દિવસે નક્કી થશે કે અરજી સ્વીકારવામાં આવે છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ અલ્હાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) આ વિવાદમાં સ્થાનિક અદાલતોને કહ્યુ છે કે, આ મુદ્દા પર જેટલી પણ અરજીઓ થઈ છે તેના પર ચાર મહિનામાં નિર્ણય આપવામાં આવે.
આ સમાચાર પણ વાંચો: વિધાર્થીઓ તૈયારી કરી લેજો.. સુપ્રીમ કોર્ટે NEET-PG 2022ની પરીક્ષા ટાળવાની અરજી ફગાવી, આ તારીખે થશે પરીક્ષા..