ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના ભિવંડી વિસ્તારમાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અહીંના ખડાવલી ખાતે માતોશ્રી વૃદ્ધાશ્રમમાં 67 વૃદ્ધોને કોરોના થયો છે.
આ 67 સંક્રમિત લોકો સિવાય એક નાનું બાળક અને એક નાની છોકરીને પણ કોરોના થયો છે. એટલે કે કુલ 69 લોકોને કોરોના થયો છે.
કોરોના પોઝિટિવ મળ્યા બાદ તમામને થાણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં તેમની સ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તે તમામ વૃદ્ધોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે.