News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશમાં સતત બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહેલા યોગી આદિત્યનાથને મઉની કોર્ટે નોટિસ ફટકારી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ બજરંગબલીને દલિત બતાવાના મામલામાં તેમને નોટિસ મોકલવામાં આવી છે.
જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રામેશ્વરે આ મામલે આગામી સુનાવણી 26 એપ્રિલે નક્કી કરી છે.
મઉ નિવાસીએ આ મામલે ફરિયાદ દાખલ કરતા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : હાઉસિંગ સોસાયટીને હવે આ માથાકૂટ થી મળશે છુટકારો, મહારાષ્ટ્ર સરકારે આપી રાહત… જાણો વિગતે