ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 ઓગસ્ટ 2020
અયોધ્યામા ભગવાન રામનું મંદિર બને એ માટે બાબુગંજ સાંગરા આશ્રમના પીઠાધીશ્વર મૌની સ્વામી છેલ્લા 29 વર્ષથી સતત સખત ધ્યાન કરી રહ્યા છે. હવે જ્યારે 5 મી ઓગસ્ટ એ તેમની તપસ્યાનું ફળ મળવાનું છે, ત્યારે તેઓ ખૂબ ઉત્સાહિત છે. સંન્યાસ લેતાંની સાથે જ જોયેલું સપનું હવે વાસ્તવિક રૂપ લેશે. આવી સ્થિતિમાં, મૌની સ્વામી પણ 5 ઓગસ્ટે ભગવાન શ્રી રામના મંદિરના ભૂમિપૂજનની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. મૌની સ્વામીની ઓળખ ફાયર બ્રાન્ડ સંત તરીકે થાય છે. મૌની સ્વામીની સાથે જ તેમનો આશ્રમ પણ રામ મંદિર આંદોલનનું પ્રતીક રહ્યું છે.
છેલ્લા 29 વર્ષોથી, મૌની સ્વામી ખુદ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ માટે સખત તપશ્ચર્યા કરી રહયાં હતાં. રામ મંદિરની માંગને લઈ અત્યાર સુધીમાં 54 વાર ભુમિ સમાધિ, 17 વાર જળ સમાધિ સાથે જ, 1488 વાર સુતાં સુતાં પરિક્રમા કરી ચૂક્યાં છે. રામલલ્લા માટે પોતાના આશ્રમમાં 3 કરોડ 88 લાખથી વધુ દીવા સળગાવી ચૂક્યાં છે. મૌની સ્વામીએ પાંચ વર્ષ પહેલાં, રામ મંદિર બને એવી કામના સાથે , દરેક ત્રાસ સહન કરી 84 કોસી પરિભ્રમણ પણ કરી ચૂક્યાં છે. જ્યારથી રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનની તારીખ નક્કી થઈ છે બાબાના આશ્રમમાં પણ ખૂબ ઉત્તેજનાનું વાતાવરણ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com