ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 જૂન 2021
શુક્રવાર
કોરોનાથી સાજા થયેલા દર્દીઓ હવે બ્લૅક ફંગસ એટલે કે મ્યુકરમાયકોસિસના ભોગ બની રહ્યા છે. એમાં પણ હાલ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ ચાર શહેરોમાં છે, જેમાં પુણેમાં 253, નાગપુરમાં 493, નાશિકમાં 205 તથા ઔરંગાબાદમાં 273 કેસ નોંધાયા છે. મુંબઈમાં પણ 340 દર્દીઓ ઑન રેકૉર્ડ છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાના કહેવા મુજબ એમાંથી માત્ર 57 દર્દી જ મુંબઈના છે. બાકીના દર્દી રાજ્યના અન્ય જિલ્લાના છે, જેઓને પાલિકાની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હવે જોકે મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં પણ કેસ વધી રહ્યા છે. એથી તેઓ પણ હવે રાજ્યના આરોગ્ય ખાતાના રડારમાં આવી ગયા છે. જેમાં હાલ સોલાપુરમાં 178, અહમદનગરમાં 105, નાંદેડમાં 127, થાણેમાં 56 અને લાતુરમાં 62 દર્દી છે. આરોગ્ય ખાતાએ અહીં પોતાની નજર સખત રાખી છે.
અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 7,395 કેસ બ્લૅક ફંગસના થયા છે. બ્લૅક ફંગસને કારણે અત્યાર સુધી 644 લોકોનાં મૃત્યુ થયાં છે અને 2,212 લોકો એમાંથી સાજા પણ થયા છે.