News Continuous Bureau | Mumbai
MCA Elections મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)ના ઉપાધ્યક્ષ પદે આખરે જીતેન્દ્ર આવ્હાડની પસંદગી કરવામાં આવી છે. આવ્હાડે નવીન શેટ્ટીને 48 મતોથી હરાવ્યા. જ્યારે સચિવ પદ પર ઉમેશ ખાનવિલકરે વિજય મેળવ્યો છે અને તેમણે શાહ આલમ શેખને હરાવ્યા. સંયુક્ત સચિવ તરીકે નીલેશ ભોસલેની પસંદગી થઈ છે. MCAના અધ્યક્ષ પદે અજિંક્ય નાયકની આ પહેલાં જ બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી.
MCA ચૂંટણીના મુખ્ય પરિણામો
MCAની ચૂંટણીમાં કુલ 362 લોકોએ મતદાનનો હક બજાવ્યો.
ઉપાધ્યક્ષ: જીતેન્દ્ર આવ્હાડ 203 [વિજેતા] વિ. નવીન શેટ્ટી 155
સચિવ: ઉમેશ ખાનવિલકર 227 [વિજેતા] વિ. શાહ આલમ શેખ 129
સંયુક્ત સચિવ: નીલેશ ભોસલે 228 [વિજેતા] વિ. ગૌરવ પય્યાડે 128
ખજાનચી: અરમાન મલિક 237 [વિજેતા] વિ. સુરેન્દ્ર શેવાળે 119
અધ્યક્ષ અજિંક્ય નાયકની પ્રતિક્રિયા
નવા પરિણામ બાદ MCAના અધ્યક્ષ અજિંક્ય નાયકે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “આ અમારા મેદાન ક્લબ્સ, સચિવ અને દરેક મહિલા અને પુરુષ ક્રિકેટરોના સામૂહિક પરિશ્રમની વિજયગાથા છે. આ વિજય સંપૂર્ણ મુંબઈ ક્રિકેટ પરિવારનો છે.” તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવારના મજબૂત સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો.
આ સમાચાર પણ વાંચો : Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
પાવર પ્લે અને ચૂંટણી સમીકરણો
અજિંક્ય નાયકની અધ્યક્ષ પદે બિનહરીફ પસંદગી થયા બાદ અન્ય કારોબારી માટે શરદ પવાર અને આશિષ શેલાર વચ્ચે બેઠક થઈ હતી. જોકે, રાત્રે કેટલીક ઘટનાઓ થઈ અને ફરી ચૂંટણી યોજાઈ. નવી કારોબારીમાં અજિંક્ય નાયકના નેતૃત્વમાં લડેલા 12 સભ્યો અને આશિષ શેલારથી સંબંધિત ચાર સભ્યોએ વિજય મેળવ્યો.
