News Continuous Bureau | Mumbai
Meerut Stampede: ઉત્તર પ્રદેશના મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથા દરમિયાન નાસભાગ મચી ગઈ છે. આ દરમિયાન ચાર મહિલાઓ ઘાયલ થઈ હોવાના અહેવાલ છે. પરતાપુરના મેદાનમાં છેલ્લા પાંચ દિવસથીશિવ મહાપુરાણની કથા ચાલી રહી હતી. અને આજે છેલ્લો દિવસ હતો. પ્રાથમિક માહિતી મુજબ કથાના અંતિમ દિવસે પોલીસ દ્વારા કોઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પ્રશાસન અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે.
Several individuals, including elderly people, were injured in a stampede during an event held by spiritual leader Pradeep Mishra in Meerut, #UttarPradesh, officials reported on Friday.#meerut #meerutstampede #stampede pic.twitter.com/SkJPpci9S7
— Madhuri Adnal (@madhuriadnal) December 20, 2024
Meerut Stampede: વીઆઈપી એરિયામાં જતા સમયે ગેટ પર ભીડ કાબૂ બહાર થઈ
કહેવામાં આવી રહ્યું છે કે પંડાલના વીઆઈપી એરિયામાં જતા સમયે ગેટ પર ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી અને ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. હાથરસમાં સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં 120થી વધુ લોકોના મોત બાદ ફરી આવો અકસ્માત સર્જાવાથી મોટા સવાલો ઉઠી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra politics : છગન ભુજબળ બાદ એનસીપીના વધુ એક ધારાસભ્ય નારાજ; મંત્રી પદ ન મળતા તેઓ સત્ર છોડીને પરત ફર્યા; અજીત પવારનું વધ્યું ટેન્શન..
Meerut Stampede: પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા
મળતી માહિતી મુજબ બાઉન્સરો દ્વારા રોકવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી. દરરોજ એક લાખથી વધુ લોકો કથાના દર્શન કરી રહ્યા છે. નાસભાગની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જણાવી દઈએ કે છેલ્લા 6 દિવસથી મેરઠના પરતાપુર વિસ્તારમાં શિવ મહાપુરાણની કથા ચાલી રહી છે.