મયુર પરીખ
મુંબઈ
20 ઓગસ્ટ 2020
આજની તારીખે સમાજમાં એવી માનસિકતા પ્રવર્તી રહી છે કે કોરોના દર્દી ની મદદ કરવા કોઈ તૈયાર થતું નથી, આટલું જ નહીં જે વ્યક્તિના ઘરે કોરોના નો દર્દી હોય તેની સાથે તમામ લોકો છેડો ફાડી નાખતા હોય છે. આ પરિસ્થિતિમાં બોરીવલી માં રહેતી એક ગુજરાતી ડોક્ટર એ નોંધપાત્ર કામગીરી કરી બતાવી છે. ડોક્ટર રાજલ લલિત જાની એ માત્ર ચાર મહિના પહેલાં જ એમબીબીએસની ડિગ્રી હાસલ કરી છે. તેણે પોતાના કારકિર્દીની શરૂઆત કોરોના સરકારી સેન્ટરથી કરી. વાત એમ છે કે એપ્રિલ મહિનામાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી કે જે કોઈ ડોક્ટર સામાજિક સેવાભાવ સ્વરૂપે કોરોના સેન્ટરમાં કામ કરવા તૈયાર હોય તેણે મહાનગરપાલિકા નો સંપર્ક સાધવો. ડોક્ટર રાજલ જાનીએ સમય વેડફ્યા વિના પાલિકાનું ફોર્મ ભરી નાખ્યું. જોકે મહાનગરપાલિકા દ્વારા અનેક મહિનાઓ પછી સરકારી ઓર્ડર ના રૂપે બીજો પત્ર આવ્યો કે તેમણે પોતાની ડ્યુટી ના ભાગ સ્વરૂપે ગોરેગામ સ્થિત નેસકો કોરોના સેન્ટરમાં ડ્યુટી નિભાવવાની છે. તારીખ 11 જુલાઈ થી એક મહિના માટે ડોક્ટર રાજલ એ અહીં ડ્યુટી નિભાવી.
કોરોના સેન્ટરમાં પોતાના અનુભવ વિશે જણાવતા ડોક્ટર રાજલ એ જણાવ્યું કે નેસકો સ્થિત કોરોના સેન્ટરમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે. અહીં એકસાથે સેંકડોની સંખ્યામાં ખાટલાઓ આવેલા છે અને એકસાથે સેંકડો લોકો નો ઈલાજ થાય છે. ડોક્ટરો માટે અહીં કામ કરવું બહુ સહેલું નથી. બે પ્રકારની ડ્યુટી હોય છે પહેલી ડ્યુટી પીપીઇ કીટ પહેરીને ડ્યુટી નિભાવવી પડે છે. જેમાં એક વખત કીટ પહેરી લીધા બાદ છ કલાક સુધી સતત કામ કરવાનું હોય છે. આ ડ્યુટીમાં ડૉક્ટર કોરોના ના દર્દીઓ સાથે સીધા સંપર્કમાં આવે છે. અહીં દર્દીઓને દવા આપવી તેમજ તેમની સુશ્રુષા કરવી, મેડિકલ ચેકઅપ જેવા કામ કરવા પડતા હોય છે. આ કામ કરતા સમયે એક વખત કીટ પહેરી લીધા બાદ છ કલાક સુધી શુદ્ધિ, શૌચ કે પછી અન્ય ક્રિયાઓ કરી શકાતી નથી. મેં આ કીટ માં પંદર દિવસ સુધી કામ કર્યું છે. આ દરમિયાન મેં ડે અને નાઈટ બંનેમાં શિફ્ટ કરેલી છે. ડોક્ટર રાજલ એ જણાવ્યું કે બીજા પ્રકારની ડ્યુટીમાં ડોક્ટરે કોન્ટેક્ટ ન થઈ શકે એવા બુથમાં બેસવાનું હોય છે જ્યાં તેમણે ટેલિફોન પર કોરોના ના દર્દીઓ સાથે વાત કરી અને ટ્રીટમેન્ટ શરૂ કરી દેવાની હોય છે. જે મુજબ દર્દીને કોરોના સેન્ટર પર બોલાવવો કે પછી તેને બીજા કોઈ હોસ્પિટલમાં ભર્તી કરવાની વ્યવસ્થા કરી આપવી એ જવાબદારી હોય છે. અહીં ડોક્ટર રાજલ એ સાત દિવસ ડ્યુટી કરી છે…
પોતાના અનુભવો ઉપરથી ડોક્ટર રાજલ એ જણાવ્યું કે કોરોના એક એવી બીમારી છે જે ને છુપાવી રાખવાથી કોઈ પણ લાભ નહીં થાય. હું લોકોને સલાહ આપીશ કે લોકો સરકારી યંત્રણા અને વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ કરે. મેં રજા લીધા વગર ડ્યુટી નિભાવી કારણકે મહાનગરપાલિકા એ ઓર્ડર આપ્યો હતો કે કામ કરવું પડશે અને બીજી તરફ મેં વોલિન્ટર તરીકે ફોર્મ ભર્યું હતું. મારી આ સેવા માટે મહાનગરપાલિકાએ મને સ્ટાઇપન્ડ ચુકવ્યું છે. પરંતુ મેં લોકોની જે પ્રકારની સેવા કરી એનાથી મને ઘણી ખુશી મળી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com