ન્યૂઝ કંટીન્યૂઝ બયુરો ,
મુંબઈ ,2 એપ્રિલ 2021.
શુક્રવાર .
મહારાષ્ટ્ર અને મુંબઈ માં કોરોના ના કેસ કૂદકે અને ભૂસકે વધતાજ જાય છે ,જેને કારણે આખું તંત્ર અત્યારે ચિંતા માં છે .સરકાર ને હવે ચિંતા સતાવી રહી છે કે ક્યાંક મેડિકલ ફેસિલિટીઓ ઓછી નાપડે .
જોકે મુંબઈ મહાનગર પાલિકા એ અગાઉ જણાવ્યા મુજબ મુંબઈ માં મેડિકલ દ્રષ્ટિ એ કોઈ અછત સર્જાવા ની નથી . પરંતુ નાસિક જેવા વિસ્તાર માં અત્યારે હોસ્પિટલ ના ઘણાખરા વૉર્ડ કોરોના ના દર્દી ઓ થી ભરાઈ ગયા છે . જો કોરોના દર્દીઓ ની સંખ્યા આમ જ વધતી રહી તો આવનાર દિવસ માં મુંબઈ સહીત આખા રાજય માં મેડિકલ પરિસ્તિથી ડામાડોળ થવાની શક્યતા છે.માટે જ આ પરિસ્થિતિમાં થી બચવા માટે હવે મુખ્ય મંત્રી પાસે જડબે સલાક પગલું ભરવા સિવાય કોઈ રસ્તો બાકી રહેતો નથી .આ અનુસંધાને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે એ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે સહીત સ્વાસ્થ્ય સચિવ ,તમામ જિલ્લા અધિકારી ઓ અને આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા મહત્વ ના વ્યક્તિ ઓ સાથે મંત્રાલય માં એક બેઠક નું આયોજન કર્યું છે .એવું માનવા માં આવી રહ્યું છે કે, આ બેઠક માં લોકડાઉન લાગુ કરવો કે નહિ તે સંદર્ભે નો નિર્ણય થશે .શક્ય છે કે ,કદાચ લોકડાઉન ના લાગે તો લોકલ ટ્રેન પર પણ તવાઈ આવી શકે છે .અથવા લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો જે રાત્રી ના સમય માં છે ,તે દિવસ ના સમય માં પણ લાગુ થઈ શકે છે .એટલે હવે સર્વે કોઈ ની નજર ઉદ્ધવ ઠાકરે ની સરકાર શું નિર્ણય લે છે તે ના ઉપર છે .
