News Continuous Bureau | Mumbai
લાંબા સમય બાદ મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકારી નોકરી માટે મેગાભરતી થવાની છે. કોરોના કાળ(corona period)માં જેણે નોકરી ગુમાવી દીધી હોય તો અથવા સારી નોકરી(Job)ની તલાશમાં જે હશે તેની માટે સરકારી નોકરીની સુવર્ણસંધી ઊભી થઈ છે. મહાવિકાસ આઘાડી સરકારે(MVA govt) મેગા ભરતી કરવાનો મોટો નિર્ણય લીધો છે. તે મુજબ રાજ્યમાં ટૂંક સમયમાં 2 લાખ 75 હજાર જગ્યાઓ માટે મેગા ભરતી (recruitment)કરવામાં આવશે. રાજ્યના 42 વિભાગોમાં હાલ 53 લાખ જેટલી બેઠકો ખાલી છે.
સરકારી આંકડા મુજબ જુદા જુદા વિભાગમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી છે, તેમાં ગૃહ વિભાગમાં 49,851, જાહેર આરોગ્ય વિભાગમાં 23,822, જળ સંસાધન વિભાગમાં 21,489, મહેસૂલ અને વન વિભાગમાં 13,557, તબીબી શિક્ષણ વિભાગમાં 13,432, જાહેર બાંધકામ વિભાગમાં 8,012, આદિવાસી વિભાગમાં 6,907, સામાજિક ન્યાય વિભાગમાં 3,821 જગ્યાઓ ખાલી છે.
આ સમાચાર પણ વાંચો : ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા મુંબઈ ટ્રાફિક પોલીસનો નવો કિમિયો – હવે અઠવાડિયામાં આટલા દિવસ નો હોંક ડે
આ જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી શરૂ થશે. લોકસભા(Loksabha), વિધાનસભાની ચૂંટણીઓ(assembly election), સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી(election)ઓને કારણે છેલ્લા પાંચ-છ વર્ષમાં ખાલી જગ્યાઓ ભરી શકાઈ નથી. નિવૃત્ત કર્મચારીઓની વાર્ષિક પ્રમોશન કારણે બાળ વિકાસ, સામાજિક ન્યાય, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, શાળા શિક્ષણ, કૃષિ, અન્ન અને નાગરિક પુરવઠા, પશુપાલન વિભાગોમાં ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો થયો છે.