ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ઓગસ્ટ 2020
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને તેની સૌથી નાની પુત્રીએ જોરદાર ઝટકો આપ્યો છે. ઇરિકા જાવેદે પ્રશાસનને વિનંતી કરી છે કે પાસપોર્ટમાં માતાનું નામ મહેબૂબા મુફ્તી ને બદલે મહેબૂબા સૈયદ કરવામાં આવે. જે માટે ઇરિકાએ સ્થાનિક અખબારમાં જાહેર નોટિસ પણ પ્રકાશિત કરવી છે.
હાલ પોલીસ કસ્ટડીમાં રહેલા મહેબૂબા મુફ્તી તેમના પતિથી અલગ થઈ ગયા છે. મુફ્તી દંપતી તેમના લગ્નના થોડા વર્ષોમાં જ અલગ થઈ ગયા હતાં. આમ છતાં મહેબૂબા મુફ્તી અટક વાપરતા હતાં જે સામે તેમની પુત્રીએ વાંધો ઉઠાવ્યો છે. જ્યારે મોટી પુત્રી ઇલતીજાએ પોતાની માતાની સાથે પોતાનું નામ પણ જાળવી રાખ્યું છે. જોકે નાની પુત્રી ઇરિકાએ તેના પાસપોર્ટમાં મહેબૂબા મુફ્તીનું નામ બદલવા માટે કાનૂની પગલા લીધા છે. તેણે અખબારમાં જાહેર નોટિસમાં કહ્યું હતું કે તે જાવેદ ઇકબાલ શાહની પુત્રી છે. અને જે કોઈ નામ બદલવાની સામે વાંધો ઉઠાવવા માંગતુ હોય તેણે સાત દિવસની અંદર સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. ઇરિકાના આ પગલાંથી મહેતુબા મુફ્તી આશ્ચર્ય ચકીત થઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કલમ 370 રદ કરતા પહેલા મહેબૂબા સહિતના સેંકડો લોકોને અટકાયતમાં લીધા હતા. જે કારણે મહેબૂબા હાલમાં સરકારી આવાસમાં કેદ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com