પીડીપી નેતા મહેબુબા ‘મુફ્તી’ નહીં ‘સૈયદ’ છે.. નાની દીકરીએ પાસપોર્ટ માં નામ બદલવા માટે કરી અરજી…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

24 ઓગસ્ટ 2020

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને તેની સૌથી નાની પુત્રીએ જોરદાર ઝટકો આપ્યો છે. ઇરિકા જાવેદે પ્રશાસનને વિનંતી કરી છે કે પાસપોર્ટમાં માતાનું નામ મહેબૂબા મુફ્તી ને બદલે મહેબૂબા  સૈયદ કરવામાં આવે. જે માટે ઇરિકાએ સ્થાનિક અખબારમાં જાહેર નોટિસ પણ પ્રકાશિત કરવી છે. 

હાલ પોલીસ કસ્ટડીમાં રહેલા મહેબૂબા મુફ્તી તેમના પતિથી અલગ થઈ ગયા છે. મુફ્તી દંપતી તેમના લગ્નના થોડા વર્ષોમાં જ અલગ થઈ ગયા હતાં. આમ છતાં મહેબૂબા મુફ્તી અટક વાપરતા હતાં જે સામે તેમની પુત્રીએ વાંધો ઉઠાવ્યો છે. જ્યારે મોટી પુત્રી ઇલતીજાએ પોતાની માતાની સાથે પોતાનું નામ પણ જાળવી રાખ્યું છે. જોકે નાની પુત્રી ઇરિકાએ તેના પાસપોર્ટમાં મહેબૂબા મુફ્તીનું નામ બદલવા માટે કાનૂની પગલા લીધા છે. તેણે અખબારમાં જાહેર નોટિસમાં કહ્યું હતું કે તે જાવેદ ઇકબાલ શાહની પુત્રી છે.  અને જે કોઈ નામ બદલવાની સામે વાંધો ઉઠાવવા માંગતુ હોય તેણે સાત દિવસની અંદર સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. ઇરિકાના આ પગલાંથી મહેતુબા મુફ્તી આશ્ચર્ય ચકીત થઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કલમ 370  રદ કરતા પહેલા મહેબૂબા સહિતના સેંકડો લોકોને અટકાયતમાં લીધા હતા. જે કારણે મહેબૂબા હાલમાં સરકારી આવાસમાં કેદ છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More