ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાવાને કારણે આગામી 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ હવામાન નિષ્ણાંતો દ્વારા શક્યતાઓ સેવાઈ રહી છે.
