ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 નવેમ્બર 2020
કોરોના વાયરસની અસર લગભગ તમામ વિસ્તારોમાં જોવા મળી છે. એવા સમયે, કોરોના વાયરસને કારણે સેક્સ વર્કરની આર્થિક સ્થિતિ પણ કથળી છે. આ મહિલાઓ પાસે કોઈ ઠેકાણું તેમજ જરૂરી દસ્તાવેજો ના હોવાથી સરકારી રાહત આ લોકો સીધી પહોંચી શક્તિ નથી. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મુંબઈના સેક્સ વર્કર્સને રાશન અને આર્થિક મદદ આપવાનો નિર્ણય કર્યો છે.
દેશમાં કોરોના વાયરસને કારણે મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. તેને ધ્યાનમાં રાખીને, હવે મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં 5600 સેક્સ વર્કર્સને દર મહિને 5000 રૂપિયા આપવામાં આવશે. આ સાથે રાશનમાં ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા આપવામાં આવશે. તે જ સમયે, સેક્સ વર્કર્સ કે જેમના બાળકો શાળાએ જાય છે તેમને તેમની ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા માટે 2500 રૂપિયા આપવામાં આવશે.
જો કે, મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય માટે, એક એનજીઓએ સરકારનું ધ્યાન આ હકીકત તરફ દોર્યું હતું કે, ઘણાં સેક્સ વર્કર છે જેમની પાસે રાશનકાર્ડ, આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ જેવા કોઈ ઓળખ દસ્તાવેજ નથી. આવી સ્થિતિમાં, ઘણા સેક્સ વર્કર એવા લોકોની સૂચિમાંથી બહાર નીકળી જશે જેમને ઓળખના કારણે સરકારની મદદ નહીં મળે.
નોંધનીય છે કે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગે મુંબઇમાં 5600 સેક્સ વર્કરોની સૂચિ બહાર પાડી છે. આમાં તેઓના 1592 બાળકો શામેલ છે. આ સૂચિ મુજબ, તેમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે. જેમાં રેશનિંગ અને નાણાકીય સહાય શામેલ છે.
