ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 જાન્યુઆરી 2021
કોલ્હાપુર અને ઔરંગાબાદ મનપા ચૂંટણીમાં મહારાષ્ટ્ર સરકારના ત્રણેય પક્ષો એકબીજા સામે ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. કોલ્હાપુરમાં મહાવીકાસ આઘાડીના નેતાઓ એક બીજાની સામે નિવેદનો આપી રહ્યા છે.
શિવસેનાએ ઔરંગાબાદ જિલ્લાનું નામ સંભાજીનગર રાખવાની માંગ કરી છે, પરંતુ કોંગ્રેસે આ પ્રસ્તાવને ખુલ્લેઆમ ફગાવી દીધો છે અને એનસીપી વિરોધ કરી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની ઘોષણા પૂર્વે જ સામ-સામે આવી ગયા છે. કોલ્હાપુર અને ઔરંગાબાદ આ વિવાદનો મુદ્દો બન્યો છે.
આવી સ્થિતિમાં શિવસેનાએ ફરી એકવાર નામ બદલવાની દરખાસ્ત કરી છે, જેને જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે મહાકવિસ આગડી સરકારની આગામી પરીક્ષા સ્થાનિક બોડી અને ઔરંગાબાદના નામ બદલવાના મુદ્દાઓ પર હશે.
કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત ત્રણેય પક્ષો દ્વારા એક સાથે મહાવિકાસ આઘાડીની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં શહેરોનાં નામ બદલવાનો કોઈ એજન્ડા જ નહોતો. આને લઈ એનસીપી, શિવસેના અને કોંગ્રેસે ઘણાં નિવેદનો આપ્યાં હતાં કે તેઓ આ ચૂંટણી મળીને લડશે.
હવે તે મામલો નિરાશ થતો જણાય છે. કોલ્હાપુર અને ઔરંગાબાદ મનપા ચૂંટણીમાં ત્રણેય પક્ષો એકબીજા સામે ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. કોલ્હાપુરમાં મહાવિકાસ આઘાડી ટીમમાં સમાવિષ્ટ મંત્રીઓના નિવેદનો એક બીજાની સામે આવી રહ્યા છે. આના પરથી કહી શકાય કે ત્રણે પક્ષઓ ત્રણ દિશામાં જઈ રહયાં છે અને આનો ઉકેલ આવવો મુશ્કેલ છે.