Site icon

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર પર વાદળ છવાયાં.. બોલો !! ચૂંટણી આવતાં જ શિવસેનાને સંભાજીની યાદ આવી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

05 જાન્યુઆરી 2021 

કોલ્હાપુર અને ઔરંગાબાદ મનપા ચૂંટણીમાં મહારાષ્ટ્ર સરકારના ત્રણેય પક્ષો એકબીજા સામે ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. કોલ્હાપુરમાં મહાવીકાસ આઘાડીના નેતાઓ એક બીજાની સામે નિવેદનો આપી રહ્યા છે. 

શિવસેનાએ ઔરંગાબાદ જિલ્લાનું નામ સંભાજીનગર રાખવાની માંગ કરી છે, પરંતુ કોંગ્રેસે આ પ્રસ્તાવને ખુલ્લેઆમ ફગાવી દીધો છે અને એનસીપી વિરોધ કરી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની ઘોષણા પૂર્વે જ સામ-સામે આવી ગયા છે. કોલ્હાપુર અને ઔરંગાબાદ આ વિવાદનો મુદ્દો બન્યો છે. 

 

આવી સ્થિતિમાં શિવસેનાએ ફરી એકવાર નામ બદલવાની દરખાસ્ત કરી છે, જેને જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે મહાકવિસ આગડી સરકારની આગામી પરીક્ષા સ્થાનિક બોડી અને ઔરંગાબાદના નામ બદલવાના મુદ્દાઓ પર હશે. 

 

કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત ત્રણેય પક્ષો દ્વારા એક સાથે મહાવિકાસ આઘાડીની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં શહેરોનાં નામ બદલવાનો કોઈ એજન્ડા જ નહોતો. આને લઈ એનસીપી, શિવસેના અને કોંગ્રેસે ઘણાં નિવેદનો આપ્યાં હતાં કે તેઓ આ ચૂંટણી મળીને લડશે.  

 

હવે તે મામલો નિરાશ થતો જણાય છે. કોલ્હાપુર અને  ઔરંગાબાદ મનપા ચૂંટણીમાં ત્રણેય પક્ષો એકબીજા સામે ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. કોલ્હાપુરમાં મહાવિકાસ આઘાડી ટીમમાં સમાવિષ્ટ મંત્રીઓના નિવેદનો એક બીજાની સામે આવી રહ્યા છે. આના પરથી કહી શકાય કે ત્રણે પક્ષઓ ત્રણ દિશામાં જઈ રહયાં છે અને આનો ઉકેલ આવવો મુશ્કેલ છે.

 

Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન
Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Exit mobile version