News Continuous Bureau | Mumbai
Mhada: મહારાષ્ટ્રમાં હાલમાં મ્હાડા હાઉસિંગ લોટરી ( Mhada Housing Lottery ) સંબંધિત પ્રતિસાદ ઘટી રહ્યો છે. પરિણામ એ આવ્યું કે હાલમાં મ્હાડાના 11 હજારથી વધુ તૈયાર મકાનો અને પ્લોટ ખાલી પડ્યા છે. તેથી હવે મ્હાડા ખાનગી સંસ્થાઓ ( Private Organization ) દ્વારા આ મકાનો વેચવા જઈ રહ્યું છે.
મ્હાડાની આ તમામ મિલકતોની ( properties ) કિંમત ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. તેથી હવે આ ઈમારતોને ખાનગી સંસ્થા દ્વારા વેચવાની વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. આ કામ કરવા માટે મ્હાડાના સંબંધિત બોર્ડ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને ટેન્ડર બહાર પાડવામાં આવશે. જેમાં મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાની નિમણૂક કરશે. જેમાં દરેક ફ્લેટ ( Flat Sales ) અને પ્લોટના વેચાણ કિંમતના 5 ટકા વળતર તરીકે સંસ્થાને ચૂકવવામાં આવશે.
11, 184 મકાનો, 748 પ્લોટ અને 298 બિન-રહેણાંક પ્લોટ વેચાયા નથી..
ઉલ્લેખનીય છે કે, મ્હાડા દ્વારા આ ખાલી પડેલા પ્લોટ અને મકાનો માટે વારંવાર લોટરી ( Lottery ) યોજાઈ હતી. આ ઉપરાંત, આ મકાનોને વહેલો તે પહેલો આ અંતર્ગત પણ સામેલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમ છતાં આ મકાનો વેચાયા ન હતા. જેથી મ્હાડાને ઘણુ નુકસાન થયું હતું. તેમજ વિરાર-બોળીંજમાં લોટરી માટે તૈયાર થયેલા ખાલી પડેલા મકાનો ન વેચાતા મોટાભાગના મકાનો હવે જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં રાજ્ય સરકાર સાથે 175 કરોડની છેતરપિંડી મામલે ACB ની કડક કાર્યવાહી, કુલ 17 આરોપીઓ સામે કેસ દાખલ..
મ્હાડા હાલ 11,184 મકાનો, 748 પ્લોટના વેચાણ માટેની વ્યૂહરચના નક્કી કર્યા પછી, મ્હાડાએ એક સમિતિની રચના કરી હતી. સમિતિના અહેવાલ મુજબ 11, 184 મકાનો, 748 પ્લોટ અને 298 બિન-રહેણાંક પ્લોટનું વેચાણ થતું ન હોવાનું જણાયું હતું. તેથી હવે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખાનગી સંસ્થાની નિમણુંક કરીને તેને આ પ્લોટ અને મકાનો વેચવા માટે આપવામાં આવશે.