ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
મુંબઈમાં મકાન ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્ર હાઉસિંગ અને એરિયા ડેવલપમેન્ટ ઑથૉરિટી (MHADA) કોકણ બોર્ડ વસઈ, વિરાર, કલ્યાણ, મીરા રોડ, થાણે મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)માં 9,000 ઘરની લૉટરી કાઢવાનું છે. મીડિયાનેબોર્ડના જણાવ્યા મુજબઆ લૉટરીનાં ઘરો ઇકોનોમિકલી નબળા વર્ગ (EWS) ઓછી આવક અને મધ્યમ આવક જૂથ (LIG અને MIG) સ્કીમનાં ઘર ખરીદનારાઓ માટે હશે અને આ દશેરા યોજાશે.
રસપ્રદ વાત એ છે કે લગભગ ત્રણ વર્ષ રાહ જોયા બાદ મ્હાડાના કોકણ બોર્ડે હાઉસિંગ લૉટરી ડ્રૉ યોજના દ્વારા 9,000 મકાનો આપશે. કોરોનાને લીધે થયેલા લૉકડાઉનના કારણે ઘર ઉપલબ્ધ ન હોવાથી કોકણ બોર્ડના આ લૉટરી ડ્રૉમાં વિલંબ થયો હતો. જ્યારે આ વર્ષની લૉટરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 6,500 મકાનો અને બોર્ડનાં બે હજાર મકાનો અને અન્ય વિવિધ પ્રોજેક્ટ્સનાં 500 મકાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લે હાઉસિંગ લૉટરી ડ્રૉ2018માં ફક્ત 1,395 ઘર માટે આ યોજના રાખવામાં આવી હતી, જેના માટે 1.64 લાખ અરજીઓ મળી હતી. અગાઉ પણ 819 મકાનોની 2017ની લૉટરીમાં, એક લાખથી વધુ અરજદારોએ રસ દાખવ્યો હતો. હાલમાં બોર્ડ પહાડી ગોરેગાવ વિસ્તારમાં લૉટરીનાં ઘર બનાવી રહ્યું છે, જેને લૉટરી યોજનામાં સામેલ થવા માટે હજી કેટલાંક વર્ષોનો સમય લાગશે.