340
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
પાકિસ્તાનની સરહદે આવેલા રાજસ્થાનનાં બાડમેર જિલ્લામાં ભારતીય વાયુસેનાનું મિગ-21 બાઈસન વિમાન ક્રેશ થયું છે.
જો કે રાહતની વાત એ છે કે, પાયલોટ સમયસર બહાર નિકળી ગયો હતો, જેના કારણે તે સુરક્ષિત રીતે જમીન પર આવ્યો હતો.
ભારતીય વાયુસેનાનાં જણાવ્યા અનુસાર તેમનું વિમાન ટ્રેનિંગ શોર્ટી પર હતું, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી.
દુર્ઘટનાને લઇને કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આજથી લગભગ ત્રણ મહિના પહેલાં પણ ભારતીય વાયુસેનાનું મિગ ક્રેશ થયું હતું. જેમાં પાયલટનું મોત થયું હતું.
કાબુલ એરપોર્ટ બન્યુ ખતરનાક, અમેરિકા એ જાહેર કર્યું એલર્ટ ; અમેરિકી નાગરિકોને આપી આ સલાહ
You Might Be Interested In