ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
ઉત્તર પ્રદેશમાં પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. અહીં કોરોના ના કેસ વધી રહ્યા છે અને સરકાર લોકોને જરૂરી સુવિધાઓ આપવામાં સફળ નીવડી છે. આવા સમયે ઉત્તર પ્રદેશથી લોકો એ પલાયન કરવાનું શરૂ કર્યું છે. અનેક લોકો એ જગ્યા તરફ પલાયન કરી રહ્યા છે જ્યાં તેઓ ધંધા-રોજગાર અર્થે ભૂતકાળમાં ગયા હતા. પરિણામ સ્વરૂપ સૌથી વધારે ઉત્તર ભારતીયો મુંબઈ ભણી દોડી રહ્યા છે. ગોરખપુર થી મુંબઈ આવનાર બધી જ ટ્રેનો પૂરી રીતે પેક છે. આ ઉપરાંત જે ડબ્બાઓ રિઝર્વ નથી તેમાં ખીચોખીચ ગીરદી સાથે લોકો મુંબઈ આવી રહ્યા છે.
15 તારીખ નજીક આવતા વેપારીઓ ની માંગણી. હવે લોકડાઉન નહિ લંબાવતા પરંતુ દુકાન ખોલવા દેજો.
એવું લાગી રહ્યું છે કે મુંબઈમાં પરિસ્થિતિ ભલે સુધરી રહી હોય પરંતુ લોકો નો આ રીતે આવવાનું ચાલું રહેશે તો મુંબઈ ની સ્થિતિ સામાન્ય નહિ રહી શકે