Site icon

ઠંડીનું પ્રમાણ ઘટતા ઘઉં, ધાણા,જીરું સહિતના રવિ પાકો પર માઠી અસર

શિયાળાની કડકડતી ઠંડીની સિઝનમાં પણ દિવસના ઉકળાટ અને વાદળછાયુ વાતાવરણ રવિપાક પર પણ અસર કરે છે જેમાં જુનાગઢ જિલ્લાના મુખ્ય પાક ધાણા,જીરૂ,ચણા,ઘઉં,વરીયાળી અને બાગાયતી પાકોમાં આંબા પર મોર બાંધવાની પ્રક્રિયામાં અસર થઈ રહી છે રવિ પાકમાં ફૂગ ઇયળ રોગ જીવાત આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે જેના કારણે પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર પણ અસર થઈ રહી છે.

Mild effect on rabi crops including wheat, coriander, cumin as the amount of cold decreases

રોજબરોજ બદલાતા હવામાનની અસર.. વર્તમાન કૃષિ વર્ષમાં અધ્ધ આટલા લાખ ટન ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનું અનુમાન

News Continuous Bureau | Mumbai

શિયાળાની સિઝનમાં જુનાગઢ જિલ્લામાં ધાણા, ઘઉં, જીરું, વરિયાળી, ચણા સહિતના પાકોનું મુખ્ય વાવેતર થાય છે શિયાળામાં વાવેતર થતા તમામ પાકમાં ઠંડીની ખૂબ જ જરૂરિયાત રહે છે. પરંતુ હાલ ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસો સતત ઘટી રહ્યા છે જે રવિપાક પર ખૂબ જ અસર કરતા સાબિત થાય છે. ઠંડી નહીં પડવાના કારણે ઘઉંમાં પીળીયા નામનો રોગ આવે છે. જેથી ઘઉં સંપૂર્ણ પીળાશ પર આવી જાય છે. તેમ જ ઉત્પાદનમાં ઘટાડો અને કવોલેટી નબળી પડી જાય છે. બાગાયત પાકમાં આંબા પર હાલ ફ્લાવરિંગની સિઝન ચાલી રહી છે. તેને જરૂર કરતાં વધુ ઠંડી કે ગરમી મળે તો ફ્લાવરિંગમાં ફૂગ અને મગીયો આવી જવાના કારણે ફ્લાવરિંગ જ ઘટી જાય છે હાલ ઠંડી પડવાને બદલે દિવસે ગરમી પડી રહી છે.

Join Our WhatsApp Community

બાગાયતના મુખ્ય પાકમાં અત્યારે આંબા પર ઠંડીને બદલે ગરમીની ખૂબ જ અસર વર્તાઈ રહી છે. ફ્લાવરિંગ સમયસર ન થવું ઓછું થવું અને આવેલા ફ્લાવરિંગમાં રોગ જીવાત આવવાના કારણે કેરીના પાક પર અસર થાય તેમ છે. ધાણાજીરું ઘઉંના પાકમાં જરૂરિયાત મુજબની ઠંડી નહીં પડવાના કારણે ભૂકીછારો આવી જાય છે. મકાઈ સહિતના ધાન્ય પાકોમાં ઇયળો આવી જાય છે. શિયાળાની સીઝન હોવા છતાં હાલ ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ હોવાના કારણે તમામ રવિ પાકોમાં ઉત્પાદન અને કવોલેટી પર અસર થઈ રહી હોવાનું કૃષિ નિષ્ણાંતે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાન નું ડીફોલ્ટર થી બચવું મુશ્કેલ જ નથી પરંતુ નામુનકીન, જાણો કેમ

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version